નવી દિલ્લીઃ બ્રેકફાસ્ટ ટેસ્ટી અને હેલ્ધી હોવો જોઈએ. એટલા માટે મમ્મીને ગત દિવસથી જ તેની તૈયારી શરૂ કરી દેવી પડે છે. પરંતુ રોજ રોજ એક સરખો નાસ્તો કરવાથી લોકો કંટાળી જતા હોય છે. એટલા માટે હવે અમે આપને બતાવા જોઈ રહ્યાં છે એક એવી રેસિપી જેનો નાસ્તો કરીને આપને મજા પડી જશે. તમે બ્રેકફાસ્ટમાં આલૂ કોર્ન કટલેટ બનાવી શકો છો. આ ડીશને ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલુ કોર્ન કટલેટ માટે જરૂરી સામગ્રીઃ
1 કપ તાજા કોર્ન, બાફેલા બટાકા, 1/2 કપ કાપેલી ડુંગળી


1/4 કપ કાપેલા કેપ્સીકમ, લીલા મરચાં, આદુની પેસ્ટ, લાલ મરચાંનો પાવડર, હળદર, મીઠું, ગરમ મસાલો, વેસણ, બ્રેડનો ભૂકો, કોર્નફ્લોર, કાળા મરી, લીંબુનો રસ


આલુ કટલેટ બનાવાની વિધિ


બાફેલી મકાઈને મિક્સરમાં પીસી લો અને બે ચમચી મકાઈની દાણા બાજુ પર રાખો.


હવે બાફેલા બટાકાની સાથે મકાઈના મિશ્રણમાં કેપ્સિકમ, લીલા મરચાની પેસ્ટ, કેટલાક જરૂરી મસાલા અને મીઠું ઉમેરો.


જો મીઠું વધારે હોય તો તમે કોર્નફ્લોર પણ ઉમેરી શકો છો.


મિશ્રણમાં બ્રેડનો ભૂકો, શેકેલા ચણાનો લોટ અને મકાઈ, કાળા મરી, લીંબુનો રસ ઉમેરીને કણકની જેમ ભેળવો.


હવે તેલ ગરમ કરો અને મિશ્રણની ટીકી બનાવીને તેલમાં મૂકો. ડીપ ફ્રાય કર્યા બાદ ગરમા-ગરમ સર્વ કરો.