નવી દિલ્હીઃ  સવારની ચા અને ઉતાવળે ખવાયેલી સેન્ડવીચ- આ નાસ્તાના સરળ વિકલ્પ લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ નથી? હા, ઘણી વખત આપણે ઉતાવળમાં કે સ્વાદના નામે નાસ્તો ખાઈ લઈએ છીએ, જે આપણને આખો દિવસ ફિટ અને હેલ્ધી રાખવાને બદલે આળસ અને બીમારીઓનું કારણ બની જાય છે. ચાલો જાણીએ કે નાસ્તામાં કઈ કઈ સામાન્ય ભૂલો છે જેને આપણે ટાળવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોષણની કમીઃ માત્ર ચા કે કોફી નહીં
સવારની ચા કે કોફી ભલે તમને તરોતાજા કરી દે, પરંતુ તે નાસ્તા માટે પૂરતી નથી. તેમાં પ્રોટીન, ફાઇબર અને જરૂરી વિટામિનની કમી હોય છે, જે દિવસભર એનર્જી આપવા માટે જરૂરી હોય છે. માત્ર ચા કે કોફી પીવાથી તમે જલ્દી થાકી જશો અને સ્વીટ ખાવાની ઈચ્છા તીવ્ર થઈ શકે છે.


સ્વીટ ટ્રેપ: ઝડપી ઉર્જા માટે પેસ્ટ્રી અથવા મીઠી વસ્તુ ન ખાઓ 
ઘણા લોકો જલ્દી એનર્જી મેળવવા માટે સ્વીટ પેસ્ટ્રી કે સીરિયલનો સહારો લે છે. પરંતુ તે તમને શરૂઆતી થોડા સમય માટે ઉર્જા આપે છે, પછી સુગર લેવલ ઘટવા પર તમને વધુ થાકનો અનુભવ થાય છે. એટલું જ નહીં સ્વીટ નાસ્તો મોટાપો અને ડાયાબિટીસનો ખતરો વધારે  છે.


આ પણ વાંચો જૂના માટલમાંથી ઠંડું પાણી મેળવવાની 100 વર્ષ જૂની ટ્રીક, ફ્રીજ કરતા ઠંડુ પાણી આપશે


ફાઇબરની કમીઃ પાચન અને સ્વાસ્થ્ય માટે ફાઇબર જરૂરી
સવારના નાસ્તામાં ફાઈબરની કમી પાચન સંબંધી સમસ્યા ઉભી કરી શકે છે. ફાઇબર તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાનો અનુભવ કરાવે છે અને બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રાખે છે. તેથી નાસ્તામાં આખા અનાજ, ફળો અથવા શાકભાજીને સામેલ કરો.


પ્રોટીનનો નજરઅંદાજઃ સવારનો નાસ્તો પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ
પ્રોટીન મસલ્સને મજબૂત બનાવવા અને શરીરને રિપેર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સવારના નાસ્તામાં ઈંડા, દહીં કે માવો સામેલ કરી તમે લાંબો સમય સુધી એનર્જેટિક રહો છો અને ભૂખ ઓછી લાગે છે.


ઉતાવળ ન કરોઃ આરામથી બેસી નાસ્તો કરો
સવારના સમયમાં ઉતાવળમાં ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ખરાબ અસર થાય છે. તે પાચન સંબંધી સમસ્યા પેદા કરી શકે છે. સાથે જલ્દી ખાવામાં તમને વારંવાર ભૂખ લાગી શકે છે અને તમે બિનહેલ્ધી વસ્તુ ખાવ તેનો ખતરો વધી જાય છે.