Brihadeeswara Temple: આજે તમને તમિલનાડુના એક રહસ્યમય મંદિર વિશે જણાવ્યું. આમ તો તમિલનાડુમાં અનેક મંદિરો આવેલા છે. તમિલનાડુના સૌથી જૂના મંદિરોમાંથી એક બૃહદેશ્વર મંદિર પણ છે. આ મંદિર તમિલનાડુના તંજોરમાં આવેલું છે. આ મંદિર સાથે જોડાયેલા ઘણા બધા કારણ છે જેને જાણવા અને જોવા માટે અહીં એકવાર તો ફરવા જરૂર જવું જોઈએ. આ મંદિર સાથે એક સૌથી મોટું રહસ્ય જોડાયેલું છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ રહસ્ય એવું છે જેને તમે આ મંદિરની મુલાકાત લેશો તો જ અનુભવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ભારતના સૌથી પ્રખ્યાત અને જૂના યોગ કેન્દ્ર, વિદેશથી મોટી સંખ્યામાં અહીં આવે છે સાધકો


Lifestyle: આ દેશમાં સ્થાયી થશો તો સરકાર તમને આપશે 71 લાખ, બસ આ એક શરત કરો પુરી


આનાથી સસ્તી ડીલ નહીં મળે... માત્ર 30,000 માં ફરી આવો વિદેશ, ફટાફટ જાણો વિગતો


બૃહદેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિરનું નિર્માણ ચોલ સમ્રાટ રાજરાજા પ્રથમના નિરીક્ષણમાં થયું હતું. આ મંદિર ચોલ રાજવંશની વાસ્તુકલાની ઉત્તમ પ્રતિભા દર્શાવે છે. આ મંદિરના નિર્માણમાં ઉન્નત એન્જિનિયરિંગ સાથે વાસ્તુકલા સહિત અનેક વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. જોકે આ મંદિરની એક વાત એવી છે જે રહસ્યમય છે અને તેના વિશે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.


આ મંદિર એવું છે જેનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી. મંદિર સહિત કોઈ પણ નિર્માણ હોય તો તેનો પડછાયો દિવસના અમુક ભાગમાં તો પડે જ છે. પરંતુ ભર બપોરે જ્યારે સૂર્યનો તાપ ધોમધખતો હોય ત્યારે પણ આ મંદિરનો પડછાયો જમીન પર નથી પડતો. વૈજ્ઞાનિકો માટે પણ આ રહસ્ય હજુ સુધી રહસ્ય જ છે.


આશ્ચર્યજનક વાત એ છે કે આ મંદિર દુનિયાના સૌથી ઊંચા મંદિરોમાંથી એક છે તેમ છતાં બપોરના સમયે જમીન ઉપર તેનો પડછાયો નથી પડતો. આ મંદિરની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે તેનો પડછાયો ન પડે. આ મંદિર વિશે લોક માન્યતા એવી છે કે જ્યારે મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું ત્યારે રાજાએ વાસ્તુકારને પૂછ્યું હતું કે ક્યારેય આ મંદિર પડશે તો નહીં ને? આ પ્રશ્નના જવાબમાં વાસ્તુ કાર્ય કહ્યું હતું કે રાજા ઉપર મંદિર તો ઠીક મંદિરનો પડછાયો પણ નહીં પડે... 


આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. દક્ષિણ ભારતમાં આવેલા અન્ય પ્રમુખ મંદિરોની જેમ અહીં પાર્વતી નંદી ગણેશ અને ભગવાન કાર્તિકેયની પણ સ્થાપના કરવામાં આવી છે.