આ છે ભારતના સૌથી પ્રખ્યાત અને જૂના યોગ કેન્દ્ર, વિદેશોમાંથી મોટી સંખ્યામાં અહીં આવે છે સાધકો

Best Yoga Center In India: ભારતમાં યોગનો ઈતિહાસ 10,000 વર્ષ જૂનો છે. ભારતમાં એવા કેટલાક પ્રખ્યાત યોગ કેન્દ્ર પણ આવેલા છે જે વર્ષો જૂના છે અને આજે પણ લોકપ્રિયતા ધરાવે છે. ભારતના આ યોગ કેન્દ્રોમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી સાધકો પણ યોગ શીખવા આવે છે.

આ છે ભારતના સૌથી પ્રખ્યાત અને જૂના યોગ કેન્દ્ર, વિદેશોમાંથી મોટી સંખ્યામાં અહીં આવે છે સાધકો

Best Yoga Center In India: દુનિયાની યોગની ભેટ આપનાર ભારત દેશ છે. યોગની શરૂઆત ભારતમાં થઈ હતી પરંતુ હવે દુનિયાભરના દેશો તેને અપનાવી ચૂક્યા છે. વિદેશી સ્ટાર્સની લાઈફસ્ટાઈલમાં યોગ એક મહત્વનો ભાગ બની ગયા છે. ભારતમાં યોગનો ઈતિહાસ 10,000 વર્ષ જૂનો છે. ભારતમાં એવા કેટલાક પ્રખ્યાત યોગ કેન્દ્ર પણ આવેલા છે જે વર્ષો જૂના છે અને આજે પણ લોકપ્રિયતા ધરાવે છે. ભારતના આ યોગ કેન્દ્રોમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી સાધકો પણ યોગ શીખવા આવે છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર તમને જણાવીએ ભારતના સૌથી જૂના અને પ્રખ્યાત યોગ કેન્દ્રો વિશે.

ભારતના સૌથી પ્રખ્યાત 5 યોગ કેન્દ્ર

આ પણ વાંચો:

બિહાર સ્કૂલ ઓફ યોગ

આ યોગ કેન્દ્રની સ્થાપના સ્વામી સત્યાનંદ સરસ્વતીએ 1964 માં કરી હતી. ભારતનું લોકપ્રિય યોગ કેન્દ્ર છે. આ યોગ કેન્દ્રમાં પારંપરિક આસન શ્વાસ અને ધ્યાનને મહત્વ આપવામાં આવે છે. આ યોગ કેન્દ્રમાં દર વર્ષે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી ચાર મહિનાનો આવાસીયો કોર્સ ચાલે છે જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ ભાગ લે છે.

રામામણી અયંગર મેમોરિયલ યોગા ઇન્સ્ટિટયૂટ

આ યોગ ઇન્સ્ટિટ્યૂટ પુણેમાં આવેલી છે. આ યોગ સંસ્થાન ની સ્થાપના બી કે એસ અયંગરે કરી હતી. અહીં પણ ભારતમાંથી જ નહીં પરંતુ દુનિયાભરથી લોકો યોગ શીખવા આવે છે. આ યોગ કેન્દ્રમાં આયંગર યોગની રેગ્યુલર ક્લાસીસ આખું વર્ષ ચાલે છે. અહીં મહિલાઓ, બાળકો અને કેટલીક શારીરિક સમસ્યાના દર્દીઓ માટે પણ ખાસ ક્લાસનું આયોજન થાય છે. 

પરમાર્થ નિકેતન

ઉત્તરાખંડ ના ઋષિકેશમાં આવેલું પરમાર્થ નિકેતન સૌથી મોટું યોગ કેન્દ્ર છે. જેની સ્થાપના 1984 માં કરવામાં આવી હતી. ગંગા નદીના કિનારે આવેલું પરમાર્થ નિકેતન ઋષિકેશનું સૌથી મોટું આશ્રમ છે. આ આશ્રમ આધુનિક સુવિધા અને પારંપરિક અને આધ્યાત્મિકતાનું આદર્શ મિશ્રણ છે. 

ધ યોગ ઇન્સ્ટિટયૂટ

મુંબઈમાં ધ યોગ ઇન્સ્ટિટયૂટ ની સ્થાપના 1918 માં કરવામાં આવી હતી. આ ભારતનું સૌથી જૂનું યોગ કેન્દ્ર છે. અહીં યોગ કોર્સ, વર્કશોપ અને શિબિરનું આયોજન જ થાય છે જેમાં દેશભરમાંથી અને વિદેશથી પણ લોકો ભાગ લેવા પહોંચે છે. 

અષ્ટાંગ યોગા રિસર્ચ ઇન્સ્ટિટયૂટ

આ ઇન્સ્ટિટયૂટ ની સ્થાપના 1948 માં કૃષ્ણ પટ્ટાભી જોઈસે કરી હતી. હવે તેના વંશજો દ્વારા આ ઇન્સ્ટિટયૂટ નું સંચાલન થાય છે. વર્ષ દરમિયાન યોગ સંસ્થામાં અલગ અલગ યોગ ક્લાસીસ કરાવવામાં આવે છે. આ સંસ્થાના ક્લાસમાં ભાગ લેવા માટે બે મહિના પહેલા આવેદન કરવું પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news