રોજબરોજની આ 5 આદતો સેક્સ લાઈફ બગાડી નાખે છે, પાર્ટનરનું મોઢું ચઢેલું જ રહેશે...ખાસ જાણો
કેટલીક આદતોના કારણે સેક્સ લાઈફ પર વિપરિત અસર થતી હોય છે. જેના કારણે પાર્ટનર સાથેના સંબંધ ઉપર પણ ખરાબ અસર પડી શકે છે. જો તમને આવી આદતો હોય તો આજે જ બદલી નાખજો. ખાસ જાણો આવી આદતો વિશે...
એવું કહેવાય છે કે એક સફળ દાંપત્ય જીવન માટે પાર્ટનર સાથેનો આંતરિક પળોનો સંબંધ પણ એટલો જ મજબૂત ભાગ ભજવે છે. કોઈ પણ રિલેશનશીપમાં પ્રેમ, વિશ્વાસ, ભરોસા સાથે શારીરિક ઈન્ટિમસી પણ એટલી જ મહત્વની છે. પરંતુ ક્યારેક કેટલીક આદતોના કારણે સેક્સ લાઈફ પર વિપરિત અસર થતી હોય છે. જેના કારણે પાર્ટનર સાથેના સંબંધ ઉપર પણ ખરાબ અસર પડી શકે છે. જો તમને આવી આદતો હોય તો આજે જ બદલી નાખજો. ખાસ જાણો આવી આદતો વિશે...
ખાણી પીણીની આદતો
જો તમને જંક ફૂડ ખાવાની આદત હોય તો હવે વિચાર કરીને ખાજો. કારણ કે ખાવાની આવી ચીજો તમારા શરીરને કાર્બોહાઈડ્રેટ, સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટથી ભરી દે છે. જેને કારણે બ્લડ ફ્લો પણ ધીમો પડે છે. આવી ચીજોના સેવન કરવાથી શરીર પર થતી વિપરિત અસરને પરિણામે અંગત પળો સમયે બેડ પર પરફોર્મન્સ પર અસર પડી શકે છે. આ માટે તમારે ખાણી પીણીની આદત સુધારવી પડશે અને હેલ્ધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેમ કે લીલા શાકભાજી, ફ્રૂટ્સ અને પ્રોટીનવાળો આહાર. હેલ્ધી ચીજવસ્તુના સેવનથી શરીરમાં એનર્જીનું સ્તર પણ જળવાઈ રહેશે.
ચિંતાતુર સ્વભાવ
જો તમને વારે ઘડિયે ચિંતા કરવાની આદત હોય તો છોડી દેજો. તેની સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સતત ચિંતામાં રહેવાથી તમને સેક્સ કરવાની ઈચ્છા પણ ઘટી શકે છે. સેક્સ્યુઅલ લાઈફ સારી બનાવવા માટે ચિંતાથી અંતર જાળવો. જો તમને કોઈ સમસ્યા હેરાન કરતી હોય તો તેનું તાકીદે ઉકેલ લાવો.
એકબીજાથી અંતર
પાર્ટનર સાથે મનમોટાવ થાય તેમાં કોઈ નવાઈ નથી. પરંતુ આ મનમોટાવ લાંબા સમય સુધી જો ચાલ્યા કરે તો તેની અસર તમારી સેક્સ્યુઅલ લાઈફ પર પડી શકે છે.
વધુ પડતા મીઠાનું સેવન
મીઠું પણ સફેદ ઝેર કહેવાય છે. યોગ્ય માત્રામાં મીઠાનું સેવન જરૂરી છે જો વધુ પડતું મીઠું શરીરમાં જાય તો તેના કારણે બ્લ્ડ પ્રેશર વધી શકે છે. બ્લડ પ્રેશર વધતા તેની અસર લિબિડો પર થાય છે અને તે ઘટી શકે છે. પેક્ડ ફૂડ્સમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે આથી તેનું સેવન કરતા બચવું જોઈએ.
વધેલું વજન
જો તમે તમારા જીવનમાં સેક્સ લાઈફ ઉત્તમ ઈચ્છતા હોવ તો વજન પર કાબૂ રાખજો. વધેલું વજન તમારા બેડ પરના પરફોર્મન્સ પર અસર કરે છે. ખાસ કરીને પુરુષોને. એક સ્ટડીમાં આવેલા તારણ મુજબ જે પુરુષોની કમરનો ઘેરાવો 40 ઈંચથી વધુ હોય તેમણે નપુંસકતાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube