Serving Chapati Mistakes: દરેક ભારતીયની ખાણીપીણીમાં પહેલી પસંદ રોટલી હોય છે. ગમે તેટલું બહાર ખાય પરંતુ આમ છતાં ઘરની રોટલી  ખાઈને જ સંતોષનો ઓડકાર આવતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક નાનામાં નાની વાત સાથે પણ કોઈને કોઈ પરંપરા જોડાયેલી હોય છે. હિન્દુ શાસ્ત્રોમાં રોટલી પીરસવા માટે પણ અનેક નિયમો ગણાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવામાં આવે તો જીવનમાંથી વણનોતરેલી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવતો નથી અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે. આ નિયમો વિશે ભાગ્યે જ કોઈને કદાચ ખબર હોય. તો આજે અમે તમને એવા જ કેટલાક નિયમો વિશે જણાવીશું જે તમારે ઘરમાં થાળી પીરસતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક જ વખતમાં 3 રોટલી ન પીરસવી
જાણે અજાણ્યે આપણે એવી ભૂલો કરી બેસતા હોઈએ છીએ કે જેનું પરિણામ ભોગવવાનો વારો આવે છે. શાસ્ત્રો મુજબ જ્યારે પણ થાળી પીરસતા હોઈએ ત્યારે એક સાથે 3 રોટલી પીરસવી જોઈએ નહીં. જેની અસર ઘરની સુખ શાંતિ પર જોવા મળી શકે છે. આ ઉપરાંત આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા હાવી થાય છે અને આથી આ રીતે થાળીમાં 3 રોટલી પીરસતા બચવું જોઈએ. 


મહેમાનોને આવી રોટલી ન ખવડાવવી
હિન્દુ શાસ્ત્રો મુજબ ઘરમાં આવેલા મહેમાનો દેવતા સમાન હોય છે. તેમનો સત્કાર જેટલો કરીએ એટલો ઓછો જ હોય છે. અનેકવાર રોટલી વધુ અને સભ્યો ઓછા હોય ત્યારે રોટલી બચી જતી હોય છે. જો આમ બને તો આવી વાસી રોટલીઓ મહેમાનોને ક્યારેય પીરસવી ન જોઈએ. આમ કરવાથી દેવી દેવતાઓ નારાજ થાય છે. આવી ભૂલ કરતા બચવું જોઈએ. 


હાથમાં રાખીને રોટલી ન પીરસવી
અનેકવાર આપણે ઉતાવળમાં ભોજન કરવા બેઠેલી વ્યક્તિને હાથમાં જ રોટલી રાખીને પીરસતા હોઈએ છીએ. માન્યતાઓ મુજબ આમ કરવાથી બચવું જોઈએ. નહીં તો ઘરમાં દરિદ્રતાનો ઓછાયો આવી પડે છે. આ ઉપરાંત એવું કરવાથી રોટલી ખવડાવવાનું પુણ્ય પણ સમાપ્ત થઈ જાય છે. આ ભૂલથી બચવા માટે જમવા  બેઠેલી વ્યક્તિને થાળી કે ડીશમાં રોટલી લઈને જ પીરસવી જોઈએ. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube