અમદાવાદ :ધરતી પર ચારેતરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ક્યાંક પૂર, તો ક્યાંક ભૂકંપ, તો ક્યાંક ગરમીનો પ્રકોપ. કુદરત કહેર વરસાવી રહી છે. આ એવી તબાહી છે જેને રોકવી મનુષ્યના હાથમાં નથી. મનુષ્ય ગમે તેટલો તાકાતવાર કે માલદાર કેમ ન હોય, તે પણ આ પ્રલયથી બચી નહિ શકે. આપણે ખતરનાક કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યાં છે. કારણ કે, કુદરતનું સંતુલન બગડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નવા રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. આ સ્ટડીને સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિઓને દુનિયામાં પાંચ મોટી આપદાના કિનારે ઉભી કરી દીધી છે. જેમાં સૌથી મોટો ખતરો એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડનો બરફ પીઘળવાનો છે. યુનિવર્સિટી ઓફ એક્સટરના રિસર્ચર્સ ટીમ લેન્ટને કહ્યું કે, મને લાગે છે કે, આ પરિવર્તનથી આખી દુનિયાની સુરત બદલાઈ જશે. જો તમે અંતરિક્ષથી ધરતીને જોશો તો તમને સમુદ્રનું જળસ્તર વધતુ દેખાશે. વર્ષાવન નાબૂદ થઈ જશે.


આ પણ વાંચો : વડનગરમાં આવેલા એક મહારાજે પહેલા જ નરેન્દ્ર મોદીનુ ભવિષ્ય કહી દીધુ હતું


જે પાંચ કુદરતી આપદાઓની આપણે વાત કરીએ છીએ, તેને લઈને ટીમ લેન્ટને વર્ષ 2008 માં જ અભ્યાસ કર્યો હતો. આ સ્ટડીમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, જો આપણે જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને નહિ રોકીશું, તો પ્રકૃતિ તેનો બદલો આપણાથી લેશે. પ્રકૃતિ તેને ખુદ સુધારશે. કારણ કે, એક લિમિટ બાદ તેની સહનશક્તિની ક્ષમતા પતી જશે. તે બગડશે, વેરવિખેર થશે અને ધરતી પર રહેતા મનુષ્યો અને જીવજંતુઓનો સર્વનાશ કરવાનું શરૂ કરી દેશે. 


જો આજે બરફના પીઘળવા પર ધ્યાન આપવામાં નહિ આવે તો સમુદ્રમાં આવી રહેલા બદલાવને રોકી નહિ શકાય. વર્ષાવનને નાબૂદ થતા કોઈ રોકી નહિ શકે. આ બધુ એક કગાર પર આવીને ઉભા રહી જશે. જો તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે તો શું થશે. તેના માટે અનેક રિસર્ચ કરવામાં આવ્યા. મોડલિંગ કરાયું. પૈલિયોક્લાયમેટ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જેથી માલૂમ પડે કે પૃથ્વી પર આટલી ગરમી કેમ વધી રહી છે. ધરતીનું જળવાયુ સ્તર કેટલું બદલાયું છે.


આ પણ વાંચો : ઝીઝર ગામના પરિવાર પર મોત આવીને વરસ્યું, ધંધુકા રોડ પર અકસ્માતમાં 5 સદસ્યોના મોત


સાયન્સ જનરલમાં છપાયેલ સ્ટડીમાં પહેલા કરાયેલ રિસર્ચ પર પણ વિશ્લેષણ કરાયું. જેથી માલૂમ થઈ શકે કે પાંચ પ્રાકૃતિક આપદાઓ પૃથ્વી પર ક્યારે આવશે. તેનાથી માલૂમ પડ્યુ કે, 9 ગ્લોબલ ટિપિંગ પોઈન્ટ છે, જે ધરતીની આખી સિસ્ટમ ખરાબ કરી રહ્યાં છે. આ ઉપરાંત સાત ક્ષેત્રીય ટિપિંગ પોઈન્ટ છે, જે તમામ પોઈન્ટ્સ એટલે કે પ્રાકૃતિક આપદાઓના ઈશારે માત્ર માણસો માટે જ નહિ, પરંતું પ્રાણીઓ માટે પણ સુરક્ષિત નથી. 


જો એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડના હિમખંડ પીઘળી જશે તો સમુદ્રી જળસ્તર 10 મીટર વધશે. એટલે કે 32.80 ફીટ થઈ જશે. મતલબ કે, દુનિયાના અડધા દેશો સમુદ્રમાં ડૂબી જશે. કેટલાક તો પૂરી રીતે નષ્ટ થઈ જશે. સતત વધી રહેલી ગરમીને કારણે કોરલ રીફઅસ દુનિયાભરમા સમુદ્રમાંથી નષ્ટ થઈ જશે. તેમની બ્લીચિંગ પણ વધી જશે. પરંતું હાલ જે તાપમાન છે, તેના પર તેઓને ફરીથી જીવિત કરી શકાય છે, બચાવી શકાય છે. 


આ પણ વાંચો : ગુજરાતની ગૃહિણીઓની સરકારને વિનંતી, ‘મોંઘવારી કાબૂમાં કરો, અથવા મહિલાઓને કામ આપો’


પરંતુ તાપમાન વધશે તો કોરલ રીફ્સ પણ નહિ બચી શકે. સાથે જ તેમના સહારે જીવતા 50 કરોડ લોકો પણ નાશ પામનશે. લેબ્રાડોર સી કનેક્શનને કારણે અત્યાર સુધી યુરોપ ગરમ રહેતુ હતું. પરંતુ હવે તેમાં પણ પરિવર્તન આવી રહ્યુ છે. ત્યાં ભીષણ ઠંડી પડી રહી છે. જેની સરખામણી નાનકડા હિમયુગ સાથે કરવામાં આવી રહી છે. આવા ઘટના 14 મી થી 19 સદીના મધ્ય સુધી બનતી હતી. પરંતુ ગરમી વધી તો આ નજારો જોવા નહિ મળે.