ઝીઝર ગામના પરિવાર પર મોત આવીને વરસ્યું, ધંધુકા રોડ પર અકસ્માતમાં 5 સદસ્યોના મોત
Accident News : ધંધુકા બગોદરા હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા બગોદરા હાઈવે પર હરીપુરા ગામના પાટીયા પાસેથી કારમાં સવાર થઈને પસાર થઈ રહેલા પરિવાર પર મોત આવીને વરસ્યુ
Trending Photos
ધંધુકા :ધંધુકા-બગોદરા રોડ હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આખો પરિવાર વિખેરાયો. અકસ્માતમાં કારમાં સવાર બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. આ તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની છે.
ધંધુકા બગોદરા હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા બગોદરા હાઈવે પર હરીપુરા ગામના પાટીયા પાસેથી કારમાં સવાર થઈને પસાર થઈ રહેલા પરિવાર પર મોત આવીને વરસ્યુ હતું. ધંધુકા તાલુકાના ઝીઝર ગામના એક જ પરિવારના પાંચ લોકો કારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે હરીપુરા પાસે ટ્રક સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી.
આ પણ વાંચો : સુરતમાં નોનવેજ ખાતા પહેલા સો વાર વિચારજો, આ હોટલે નોનવેજના નામે ગૌમાંસ ખવડાવ્યું
આ ટક્કર એટલી જોરદાર હતી કે, ઘટના સ્થળે જ પાંચેય લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતા જ ઝીઝર ગામના લોકો દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક તમામને હોસ્પટિલમાં ખસેડાયા હતા. પરંતુ તે પહેલા જ તેમનો જીવ ગયો હતો.
આ ઘટના બાદ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, એક જ પરિવારના પાંચના મોતથી ઝીઝર ગામમાં માતમ છવાયુ છે.
More Stories