Climage Change Effects : બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. જાણો ક્લાયમેટ ચેન્જને કારણે બીજી કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેડકાની લંબાઈમાં ઘટાડો
તાપમાન વધવાન કારણે દેડકાની પ્રજાતિઓ સતત ઘટી રહી છે. જેને કારણે વરસાદની મોસમમાં તેમનો અવાજ સંભળાતો નથી. પ્યૂર્ટો રિકોમાં મળી આવતા નર કોકુઈ દેડતા નામની પ્રજાતિની હાઈટ પણ હવે નાની થવા લાગી છે. ક્લાયમેટ ચેન્જને કારણે અથવા વધુ પડતી ગરમી પહેલા દેડકા પહાડીની ઊંચી ટોચ પર વસવાટ કરતા હાત, પરંતું હવે તે આકારમાં નાના થવાને કારણે નીચા વિસ્તારમાં રહેવા લાગ્યા છે. 


સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી : ભારેથી અતિભારે વરસાદનો બીજો રાઉન્ડ આવશે


ઊંઘમા ઘટાડો
મીડિયા રિપોર્ટ અનુસાર, 2011 પહેલા એટલે કે 2010 માં લોકોની વાર્ષિક ઊંઘમાં 44 ટકાનો ઘટાડો થયો છે. જો આવુ ચાલતુ રહ્યું તો આ સદીના અંત સુધી એટલે કે 2100 સુધી ગ્રાફ વધીને 58 ટકા થઈ જશે. આ કારણે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યું છે. 


કૂતરા કરડવાની ઘટનામાં વધારો
ગત દિવસોમાં તમે જોયુ હશે કે કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. આ ક્લાયમેટ ચેન્જનું જ એક કારણ છે. રિસર્ચ અનુસાર, ગરમીના દિવસોમાં કૂતરાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાના આઠ શહેરોમાં લગભગ 70 હજાર કૂતરાઓના એટેકની ઘટના બની છે. 


આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, સપ્ટેમ્બરના આ 7 દિવસમાં ભારે વરસાદની આગાહી


જન્મદરમાં ઘટાડો
ગરમીને કારણે બાળકોના જન્મદરમાં ઘટાડો આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 26.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર જવાથી બાળકોના જન્મદરમાં પણ 0.04 ટકા ઘટાડો આવી શકે છે. 


કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, રહેવા માટે ફાંફા મારવા પડી રહ્યાં છે