આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, સપ્ટેમ્બરના આ 7 દિવસમાં ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast : રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર રહેશે...દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં પડશે વરસાદ...ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી...હાલ પશ્વિમ બંગાળમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી...
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ છે.ગઈકાલે સમી સાંજે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. સુરતમાં ગઈ કાલથી વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સિદ્ધપુરમાં ભારે પવન સાથે મેઘરાજાએ રીએન્ટ્રી મારી હતી. તો બીજી તરફ સવારથી ડાંગ જિલ્લાના લગભગ ત્રણેય તાલુકાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. તેમજ શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ઉપર કાળમીંઢ શીલા તથા માટીનો મલબો ધસી પડ્યો હતો. આ ઉપરાંત નડિયાદ, લુણાવાડામાં પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે પાલનપુરના ફતેપુર ગામે વીજળી પડવાથી દાદા-પૌત્ર અને એક ગાયનું મોત નિપજ્યું હતું.
હવામાન વિભાગએ વરસાદને લઈ ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જો કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની રાજ્યમાં વરસાદને લઈને આગાહી આવી ગઈ છે. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. જેમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, બીજા દિવસથી વરસાદ સૌરાષ્ટ્રમાં વરસાદ ઘટશે. કચ્છના વરસાદની કોઈ આગાહી નથી.
આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 24 કલાક માટે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ભારેથી અતિભારે વરસાદ સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં રહેશે. થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની ગુજરાતમાં આગાહી છે. આ દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં સીઝનનો હાલ સુધી 96 ટકા ઉપર વરસાદ નોંધાયો. મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમને લઈને ગુજરાતમાં વરસાદી માહોલ છે.
હાલ પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થતા બે દિવસ વરસાદ રહેશે તેવુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું.
Trending Photos