નવી દિલ્હીઃ લવિંગ વિટામિન અને મિનરલ્સથી ભરપૂર એક દમદાર હર્બ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય કિચનમાં ગરમ મસાલાના રૂપમાં કરવામાં આવે છે. ગરમ તાસીર હોવાને કારણે તેનો ઉપયોગ શરદી-ઉધરસ, ઈન્ફેક્શન જેવી સમસ્યાને ઠીક કરવા માટે કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ લવિંગના ફાયદા માત્ર આ સામાન્ય બીમારીઓની સારવાર સુધી સીમિત નથી. લવિંગ પુરૂષોની સેક્સુઅલી હેલ્થ માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે. તેવામાં જો તમે આ ત્રણ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો દરરોજ સૂતા પહેલા 2 લવિંગ ચાવી તેના ચમત્કારી ફાયદા લઈ શકો છો. 


લવિંગમાં ખાસ શું છે?
લવિંગમાં વિટામિન કે, ઝિંક, કોપર, મેગ્નીશિયમ, પ્રોટીન, આયરન, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, સોડિયમ ખુબ સારી માત્રામાં મળે છે. લવિંગમાં વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન બી4, વિટામિન બી6 અને વિટામિન બી9 હોય છે. આ બધા પોષક તત્વો હોવાને કારણે તે પુરૂષો માટે કોઈ વરદાનથી ઓછું હોતું નથી. 


આ પણ વાંચોઃ પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ


આ ત્રણ સમસ્યાઓમાં પુરૂષ જરૂર કરે લવિંગનું સેવન
સ્પર્મ કાઉન્ટ ઘટવા પર

લવિંગ ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળે છે. તેમાં મળનાર વિટામિન, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ સ્પર્મ કાઉન્ટ વધારવાનું કામ કરે છે.


સેક્સુઅલ સ્ટેમિના ઘટવા પર
લવિંગ પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જે ઉર્જા અને સહનશક્તિને વધારવાનું કામ કરે છે. તેવામાં તેના સેવનથી સેક્સુઅલ પરફોર્મંસમાં પણ સુધારની સંભાવના રહે છે. 


ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન થવા પર
લવિંગમાં જોવા મળતા યુજેનોલ એવા ગુણો ધરાવે છે જે જનનાંગ વિસ્તારમાં રક્ત પરિભ્રમણને વધારે છે. જેના કારણે ઈરેક્શનની કોઈ સમસ્યા નથી. આ સાથે લવિંગનું સેવન કરવાથી કામેચ્છા પણ વધે છે, જે સુખી જાતીય જીવન માટે મહત્વપૂર્ણ છે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.