Glowing Skin: આજના સમયમાં ત્વચાની સુંદરતા જાળવી રાખવી સરળ કામ નથી રહ્યું. અનિયમિત લાઈફ સ્ટાઇલ, પ્રદૂષણ અને સ્ટ્રેસના કારણે ત્વચાની અલગ અલગ સમસ્યાઓ થવાનું જોખમ પણ વધી જાય છે. તેથી જ ત્વચા પર કુદરતી નિખાર જળવાઈ રહે તે માટે કેટલાક પ્રયત્ન કરવા જરૂરી છે. પૌષ્ટિક આહાર લેવાની સાથે તમે સ્કીન કેર રૂટિનમાં કેટલાક ફેસપેકનો સમાવેશ કરીને પણ ત્વચાને સુંદર બનાવી શકો છો. ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે તમે ઘરેલુ નુસખા પણ અજમાવી શકો છો. આજે તમને ઘરમાં જ રહેલી એક વસ્તુ વિશે જણાવીએ જે રાતોરાત તમારી ત્વચાની રંગત વધારી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ બે પાનથી ઘરે તૈયાર કરો ખાસ ઉબટન, ફ્રીમાં મળશે પાર્લરમાં ફેશિયલ કરાવ્યા જેવો ગ્લો


કોફીના ફાયદા


કોફી એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી રહે છે. એક કપ કોફી તમારો મૂડ ફ્રેશ કરી શકે છે. આ કોફી તમારી સ્કિન પર નેચરલ નિખાર પણ લાવી શકે છે. જો તમારી ત્વચા ડલ અને નિસ્તેજ થઈ ગઈ છે તો કોફીનો ફેસપેક બનાવી તમે સ્કીનને ગ્લોઇંગ બનાવી શકો છો. કોફી સ્કિનને ઇન્સ્ટન્ટ ગ્લો આપવાનું કામ કરે છે. તો ચાલો તમને જણાવીએ કોફીનો ઉપયોગ ત્વચા પર કેવી રીતે કરવો.


આ પણ વાંચો: Skin Care: 40 વર્ષની ઉંમરે ત્વચાને યુવાન રાખવા કરો આ કામ, લોકો પુછશે બ્યુટી સીક્રેટ


કોફીનો ફેસપેક


કોફીનો ફેસપેક ચેહરા પર લગાડવો હોય તો તેના માટે એક ચમચી કોફી પાવડર લઈ તેમાં એક ચમચી દહીં મિક્સ કરો. જો તમે ઈચ્છો તો તેમાં હળદર અથવા ચણાનો લોટ પણ મિક્સ કરી શકો છો. જોકે ફક્ત દહીં અને કોફી વધારે સારા રિઝલ્ટ આપે છે. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી ચહેરા અને ગરદન પર લગાડો. હવે એક સુતરાઉ કપડાને ભીનું કરી તેને પણ ચહેરા ઉપર રાખી દો. દસ મિનિટ પછી ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરો.


આ પણ વાંચો: Weight Loss: એક મહિનામાં 5 કિલો વજન ઘટાડવું છે ? તો આજથી જ ફોલો કરો આ સરળ ટીપ્સ


કોફી ફેસપેક લગાડવાનો સમય


કોફીનો આ ફેસપેક એકદમ નેચરલ છે અને સ્કીન પર સૌથી ઝડપથી અસર કરે છે. તેને ઉપયોગ કરવાનો સૌથી સારો સમય રાતનો છે. રાત્રે સુતા પહેલા સ્કીન પર 10 મિનિટ માટે કોફીને લગાડી પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી અને સુઈ જવું. સવારે જાગીને જ્યારે તમે ચહેરો જોશો તો તમને ફરક પહેલીવારથી જ દેખાવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)