Eyebrows Mask: જાડી અને સુંદર આઇબ્રો ચહેરાની સુંદરતાને પણ વધારે છે. પરંતુ ઘણા લોકોની આઇબ્રો ખૂબ જ પાતળી હોય છે. જો આઇબ્રો ખૂબ જ પાતળી હોય તો તેને કેટલાક ઘરેલુ ઉપાય કરીને ઝડપથી જાડી બનાવી શકાય છે એટલે કે આઇબ્રોના વાળનો ગ્રોથ વધારી શકાય છે. આજે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે આઇબ્રોના વાળને ઝડપથી વધારી શકો છો. આઇબ્રો માટેના આ માસ્ક નો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરશો તો થોડા જ દિવસમાં તમારી આઇબ્રો જાડી થઈ જશે અને ગ્રોથ પણ વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇબ્રો માસ્ક કેવી રીતે બનાવવું


આ પણ વાંચો:


ડાય કર્યા વિના આ રીતે પણ સફેદ વાળને કરી શકાય છે કાળા, આ ઉપાય વધારે છે કુદરતી ચમક


ઉનાળામાં વધતી ડલ સ્કીન અને બ્લેકહેડ્સની સમસ્યા દુર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપાય


Skin Care Tips: અંડરઆર્મ્સની કાળાશ દુર કરવા આ રીતે કરો લીંબુનો ઉપયોગ


એક ચમચી કોફી, અડધી ચમચી મધ, ચારથી પાંચ ટીપા ઓલિવ ઓઇલ આ સામગ્રીને બરાબર રીતે બાઉલમાં મિક્સ કરો. બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે જે સ્મુધ પેસ્ટ તૈયાર થાય તેને આઇબ્રો પર લગાડો. આ પેસ્ટ લગાડતા પહેલા આઇબ્રોને બરાબર રીતે સાફ કરો અને પછી પેસ્ટને લગાડો. 


આઇબ્રો પર આ પેસ્ટ 20 મિનિટ સુધી લગાડો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. આઇબ્રોમાં ઝડપથી ગ્રોથ અનુભવ હોય તો આ પેકને અઠવાડિયામાં ત્રણ વખત લગાવો. તેનાથી ઝડપથી આઇબ્રો વધે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)