Home Remedy For White Hair: ફટકડી દરેક ઘરમાં મળતી સામાન્ય વસ્તુ છે. ફટકડીનો ઉપયોગ ઘરેલુ કામકાજમાં અને હેલ્થ પ્રોબ્લેમમાં કરવામાં આવે છે. ફટકડીની મદદથી સ્કીન અને વાળ સંબંધિત સમસ્યાને પણ દૂર કરી શકાય છે. જેમકે વાળમાં ખોડો થઈ ગયો હોય, વાળ ખરતા હોય કે પછી વાળ સફેદ થવા લાગ્યા હોય. વાળ સંબંધિત આ સમસ્યાઓને દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકાય છે. ફટકડીનો ઉપયોગ કરવાથી વાળમાં ચમક પણ આવે છે વાળ મજબૂત થાય છે અને સફેદ વાળનો ગ્રોથ પણ અટકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વાળને કલર કરવા મહેંદી લગાડો તો આ ભુલ કરવાનું ટાળજો, નહીં તો વાળ થઈ જાશે ડેમેજ


હેર ગ્રોથ વધારવા


જો તમારે હેર ગ્રોથ વધારવો હોય તો ફટકડીના નુસખા કામ આવી શકે છે. ફટકડીનો ઉપયોગ કરવાથી હેર ગ્રોથ વધે છે. જે લોકોના વાળની લંબાઈ વધતી ન હોય તેમણે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે એક વાટકીમાં થોડું નાળિયેરનું તેલ લઈ તેમાં ફટકડીનો પાવડર મિક્સ કરો. હવે આ તેલને રાત્રે સૂતા પહેલા વાળમાં લગાડો અને રાત આખી રહેવા દો. બીજા દિવસે સવારે વાળને શેમ્પુ કરો. નિયમિત આ તેલનો ઉપયોગ કરવાથી વાળ ઝડપથી લાંબા થઇ શકે છે.


સફેદ વાળને કાળા કરવા 


આ પણ વાંચો: Turmeric: ચહેરા પર સોના જેવી ચમક જોઈતી હોય તો સ્કિન કેરમાં સામેલ કરો આ વસ્તુ


જો નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગ્યા હોય તો માથામાં ફટકડીનો ઉપયોગ કરવાથી વાળ કાળા થઈ શકે છે. સફેદ વાળને કાળા કરવા માટે ફટકડી અને કલોંજીના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને સફેદ વાળ કાળા થાય છે સાથે જ સફેદ વાળનો ગ્રોથ પણ સ્લો થઈ જાય છે. સફેદ વાળ માટે ફટકડીનો ઉપયોગ કરવો હોય તો ફટકડીનો પાવડર બનાવી તેને કલોંજીના તેલમાં મિક્સ કરીને વાળમાં સારી રીતે લગાડો. 10 થી 15 મિનિટ માલીશ કરો અને પછી બે કલાક રાખી હેર વોશ કરી લો.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)