Turmeric: ચહેરા પર સોના જેવી ચમક જોઈતી હોય તો સ્કિન કેરમાં સામેલ કરો આ વસ્તુ

Turmeric: આયુર્વેદમાં પણ હળદરને ગુણકારી માનવામાં આવી છે. હળદરનો ઉપયોગ ઔષધીની જેમ કરવાની સાથે હળદરવાળું દૂધ પીવાની સલાહ પણ આપવામાં આવે છે. આજે તમને હળદરથી ત્વચાને કેટલા ફાયદા થાય છે તે જણાવીએ. હળદરનો ઉપયોગ ત્વચા પર કરવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે.

Turmeric: ચહેરા પર સોના જેવી ચમક જોઈતી હોય તો સ્કિન કેરમાં સામેલ કરો આ વસ્તુ

Turmeric: વર્ષોથી સ્કિન કેરમાં દાદી-નાનીના સમયના નુસખા અપનાવવામાં આવે છે. તેનાથી ચહેરાની રંગત નિખરે છે અને એક્ને જેવી સમસ્યાઓ દુર થાય છે. આ નુસખામાંથી એક રામબાણ નુસખો છે હળદર. હળદરનો ઉપયોગ સ્કિન કેરમાં તો કરવામાં આવે જ છે પરંતુ સાથે જ પૂજા-પાઠ, લગ્ન જેવા પ્રસંગમાં પણ હળદરનો ઉપયોગ થાય છે. 

આયુર્વેદમાં પણ હળદરને ગુણકારી માનવામાં આવી છે. હળદરનો ઉપયોગ ઔષધીની જેમ કરવાની સાથે હળદરવાળું દૂધ પીવાની સલાહ પણ આપવામાં આવે છે. આજે તમને હળદરથી ત્વચાને કેટલા ફાયદા થાય છે તે જણાવીએ. હળદરનો ઉપયોગ ત્વચા પર કરવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ સમસ્યામાં હળદરનો કેવી રીતે ઉપયોગ કરવો. 

એક્નેની સમસ્યા દુર કરવા

એક્ને ત્વચાના પોર્સમાં તેલ અને ડેડ સ્કિન એકઠી થવાથી થાય છે. ઓઈલ અને ડેડ સ્કિન સેલ્સ પોર્સને ક્લોગ કરે છે. જેના કારણે ત્યાં બેક્ટેરિયા વધે છે. હળદરમાં એવા ગુણ હોય છે જે એકને ઠીક કરવામાં મદદ કરે છે. 

ઘા પર લગાડવામાં

હળદરનો ઉપયોગ ઈજા પર પણ કરી શકાય છે. ઈજા થઈ હોય તો તેના પર હળદરનો લેપ કરીને લગાડવાથી સોજો અને દુખાવો દુર થાય છે. હળદર નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે. તેનાથી ઘા ઝડપથી ભરાય છે. 

એજિંગના લક્ષણ

જેમજેમ ઉંમર વધે છે તેમતે ત્વચા ઢીલી પડવા લાગે છે અને તેના પર ફાઈન લાઈન્સ અને કરચલીઓ દેખાય છે. તો કે આવું સ્ટ્રેસના કારણે પણ થતું હોય છે. આ સમસ્યાને હળદર દુર કરી શકે છે. હળદરમાં કરક્યુમીન હોય છે જે એજિંગના લક્ષણોને કંટ્રોલ કરે છે. તેનાથી ત્વચાની ઈલાસ્ટિસિટી વધે છે. 

સોજો ઉતરે છે

હળદરમાં એંટી  ઈનફ્લેમેટરી ગુણ હોય છે જે સોજા દુર કરવામાં મદદ કરે છે. તેનાથી એક્નેના કારણે આવેલો સોજો દુર કરવામાં મદદ મળે છે. એટલું જ નહીં હળદર સોરોસિસ અને એક્ઝીમા અને રેડનેસ જેવી સમસ્યાને દુર કરવામાં પણ મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news