Myth vs Fact: સફેદ વાળ તોડવાથી કાળા વાળ પણ થવા લાગે છે સફેદ, જાણો તેની પાછળનું સત્ય
સફેદ વાળ તોડવાથી... કાળા વાળ પણ ઝડપથી સફેદ થવા લાગે છે? આજે અમે ગ્રે હેર સાથે જોડાયેલા રસપ્રદ સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરીશું.
નવી દિલ્હીઃ કહેવાય છે કે દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે. ખોટા સમયે કોઈ વસ્તુ આંખમાં ખટકે છે. ઠીક તે રીતે નાની ઉંમરમાં તમારા માથા પર સફેદ વાળ જોવા મળે તો તે આંખમાં ખટકવા લાગે છે. ગ્રે હેર દેખાતા ઘણા લોકો તેને છુપાવવાનો પ્રયાસ કરે છે કે તેને તોડીને હટાવી દે છે. ઘણા લોકો સફેદ વાળ જોતા તેને તોડીને દૂર કરવાનું ઠીક સમજે છે. પરંતુ સૌથી રસપ્રદ વાત છે કે આપણે તેમ સાંભળતીએ છીએ કે સફેદ વાળ તોડવા નહીં બાકી બીજા વાળ પણ ઝડપથી સફેદ થઈ જશે.
આ વાત સાંભળીને દરેકના મનમાં વિચાર આવશે કે શું ખરેખર આમ થતું હશે? તો આવો આ આર્ટિકલમાં તમને આ સવાલનો જવાબ આપીએ. ડોક્ટર પ્રમાણે ઉંમર પહેલા સફેદ વાળ થવા લાઇફસ્ટાઇલમાં ગડબડ, પેટ ગરમ, ખરાબ કાનપાન કે કોઈ અન્ય કારણે વાળ સફેદ થવા લાગે છે.
ઘણા આરોગ્ય નિષ્ણાતોના મતે, માથાની ચામડીમાં વાળના ફોલિકલ્સ હોય છે અને આ વાળના ફોલિકલ્સની અંદર વાળ વધે છે. વાળના ફોલિકલની આસપાસ મેલાનોસાઇટ્સ હોય છે. જે મેલાનિન ઉત્પન્ન કરે છે. તે મેલાનિન છે જે કુદરતી રીતે વાળને કાળા રાખે છે. પરંતુ જ્યારે આ મેલાનિનનું ઉત્પાદન ઘટે છે, ત્યારે તે તેનો કુદરતી રંગ ગુમાવવાનું શરૂ કરે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે - વધતી જતી ઉંમર, ખાવાની ખોટી આદતો, સ્ટ્રેસ, કેમિકલનો વધુ પડતો ઉપયોગ, જિનેટિક્સ, એકવાર પિગમેન્ટેશન ખતમ થઈ જાય પછી તે ફરી કાળું થતું નથી.
આ પણ વાંચોઃ Weight Loss: હાથીના પગ જેવી જાડી સાથળ પણ થઈ જશે સુડોળ, રોજ કરો આ યોગાસન
એક વાળ તોડવાથી કાળા વાળ પણ થશે સફેદ?
ડર્મોટોલોજિસ્ટ નિષ્ણાંતના મતે એવું નથી થતું કે જો તમે સફેદ વાળ તોડી નાખો તો કાળા વાળ પણ સફેદ થઈ જાય. અંગ્રેજી પોર્ટલ 'હેલ્થ સાઈટ' અનુસાર, આ એક સંપૂર્ણ માન્યતા છે કે એક વાળ તોડ્યા પછી કાળા વાળ પણ સફેદ થવા લાગે છે. વાળના રંગ માટે જવાબદાર વિશેષ રસાયણ મેલાનિન છે. તેના ઘટાડાને કારણે વાળ ગ્રે થવા લાગે છે. જેના કારણે કાળા વાળ સફેદ થવા લાગે છે. મેલાનિન ઘટવા પાછળ ઘણા કારણો છે. ગ્રે વાળ ખરવાથી મેલાનિનમાં કોઈ ફરક પડતો નથી. ગ્રે વાળ તોડવાથી તે જ જગ્યાએ ગ્રે વાળ ફરી ઉગે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફોલિકલમાંથી માત્ર એક જ વાળ હોય છે. જ્યાં સુધી રંગદ્રવ્યના કોષો મરી ન જાય ત્યાં સુધી વાળ સફેદ થતા નથી.