Recipe: કારેલાનું શાક મોટાભાગના લોકો ખાવાનું ટાળે છે. કારેલા કડવા હોવાથી તેને ખાવાનું કોઈ પસંદ કરતું નથી. જો ઘરમાં કારેલાનું શાક બને તો નાના-મોટા સૌ કોઈનું મોં બગડી જાય છે. કારેલા સ્વાદમાં કડવા હોય છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારેલાનું શાક કડવું લાગતું હોય અને આ કારણથી જો તમારા ઘરમાં કારેલા ખવાતા ન હોય તો આ વખતે અહીં જણાવેલી રીત અનુસાર કારેલાનું શાક ઘરે બનાવજો. જો આ રીતે કારેલાનું શાક બનાવશો તો નાના બાળકો પણ શાક સામેથી માંગી માંગીને ખાશે. 


કારેલાના શાક માટેની સામગ્રી


આ પણ વાંચો: રવામાં, મેંદામાં કે ચણાના લોટમાં નહીં પડે ધનેડા, સ્ટોર કરવા માટે ફોલો આ ટીપ્સ


કારેલા - 200 ગ્રામ
ડુંગળી - 1
લસણ- 5થી 6 કળી
લીલા મરચાં - 1 
તેલ 
વરિયાળી - 1 ચમચી
મીઠું - સ્વાદ પ્રમાણે
હળદર
લાલ મરચું પાવડર
ધાણાજીરું પાવડર
ગોળ - જરૂર અનુસાર
આમચૂર પાવડર 


કારેલાનું શાક બનાવવાની રીત


આ પણ વાંચો: ચોખાનુ પાણી ફેંકવાનું બંધ કરી લગાડો ચહેરા પર, પાર્લરના ખર્ચા વિના ચહેરા પર વધશે ગ્લો


- કારેલાની છાલ કાઢી તેને સમારી લો અને તેમાં મીઠું લગાડી તેને 10થી 15 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં રાખો.


- ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ મુકો. તેમાં વરીયાળી અને ઝીણા સમારેલા લસણ, મરચાંનો વધાર કરો. 2 મિનિટ પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને 5 મિનિટ ધીમા તાપે પકાવો.


- ત્યાં સુધીમાં સમારેલા કારેલાને કપડામાં કાઢી બરાબર પાણી કાઢી લો. પાણી કાઢેલા કારેલાને ડુંગળીમાં ઉમેરી દો. કારેલા ઉમેર્યા પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી કારેલાને ઢાંકીને પકાવો.


આ પણ વાંચો: પેટની લટકતી ચરબીને ઝડપથી ઓગળશે 1 ચમચી હળદર, જાણો કેવી રીતે અને કયા સમયે ખાવી હળદર


- 5થી 10 મિનિટ પછી તેમાં હળદર, મરચું પાવડર, ધાણાજીરું પાવડર, આમચુર પાવડર, ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો અને કારેલા ચઢી જાય ત્યાં સુધી પકાવો. 


- કારેલા બરાબર પાકી જાય પછી ગરમા ગરમ શાક સર્વ કરો. આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો તે જરા પણ કડવું નહીં લાગે.