Cooking Hacks: ઈડલી સાંભાર મોટાભાગના લોકોની ફેવરિટ ડીશ હશે. ઈડલી, સાંભાર અને નાળિયેરની ચટણી નાસ્તામાં પણ ઘણા ઘરોમાં પીરસાય છે. જેમના ઘરમાં ઈડલી વધારે ખવાતી હોય છે તેઓ ઈડલીનું ખીરું જાતે ઘરે તૈયાર  કરવાનું પસંદ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે ઈડલીનું ખીરું તૈયાર કરવું સરળ છે. પરંતુ કેટલીક વાર વાતાવરણના કારણે અંદાજ રહેતો નથી અને આથો વધારે આવી જાય છે. આ સ્થિતિમાં ખીરું વધારે ખાટું થઈ જાય છે અને તેમાંથી ખાટી સ્મેલ પણ આવવા લાગે છે. ઈડલી ખાટી હોય તો ભાવતી નથી. તેથી ઈડલીના ખીરાની ખટાશ દુર કરવા માટીની જોરદાર ટ્રીક આજે તમને જણાવી દઈએ. 


આ પણ વાંચો: Honey and lemon: ત્વચા પર લીંબુ અને મધનો આ રીતે કરો ઉપયોગ, દુર થશે ડાર્ક સર્કલ


અહીં દર્શાવેલી ટીપ્સ ફોલો કરી તમે વધારે આથાના કારણે ખાટા થઈ ગયેલા ખીરાને સુધારી શકો છો. આ ટીપ્સ અપનાવવાથી બેટરમાં આવેલી ખટાશ દુર થઈ જશે. 


ઈડલીના ખીરાની ખટાશ દુર કરવાની ટીપ્સ


આ પણ વાંચો: Turmeric: ત્વચાની એલર્જી માટે મોંઘી દવાઓ લેવાની જરૂરી નથી, માત્ર હળદરથી મળી જશે રાહત


1. જો ખીરું થોડું જ ખાટું થયું છે તો તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી દો. તેનાથી ઈડલી વધારે સ્વાદિષ્ટ લાગશે અને ખટાશ બેલેન્સ થઈ જશે. 


2. ઈડલીનું ખીરું વધારે ખાટું થઈ ગયું હોય તો ગોળ અથવા ખાંડનો ઉપયોગ કરી શકાય છે. આ વસ્તુઓ બેટરમાં ઉમેરશો તો ખટાશ ઓછી થઈ જશે અને સ્વાદ પણ સારો આવશે. જે પ્રમાણે ખીરામાં ખટાશ હોય તેને અનુરુપ ખાંડ કે ગોળ ઉમેરવો. 


આ પણ વાંચો: Lizards: રસોડાની દિવાલ પર છાંટી દો આ મિશ્રણ, એક પણ ગરોળી ઘરમાં પર ફરતી જોવા નહીં મળે


3. ખીરું ખાટું થઈ જાય તો તેમાં થોડો ચોખાનો લોટ કે રવો ઉમેરી શકાય છે. આ વસ્તુ ઉમેરવાથી ખટાશ ઘટશે. સાથે જ ઈડલી પણ સોફ્ટ બનશે. 


4. જો બેટર વધારે ખાટું થઈ ગયું હોય તો તમે તેમાં થોડું ફ્રેશ બેટર ઉમેરી શકો છો. તેનાથી ઈડલીની ખટાશ બેલેન્સ થઈ જશે. 


આ પણ વાંચો: તમે દૂધ પીવો છો કે ડિટર્જન્ટનું પાણી ? ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં ચેક કરો આ રીતે


5. ઈડલીનું બેટર ખાટું ન થાય તે વાતનું ધ્યાન રાખવું હોય તો ચોખા અને દાળને પીસતી વખતે ફ્રીજના ચીલ્ડ પાણીનો ઉપયોગ કરવો. તેનાથી આથો આવ્યા પછી પણ બેટર ખાટું નહીં થાય.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)