Honey and lemon: ત્વચા પર લીંબુ અને મધનો આ રીતે કરો ઉપયોગ, ટ્રીટમેન્ટ વિના દુર થશે ડાર્ક સર્કલ

Honey and lemon: આંખ નીચે ડાર્ક સર્કલની સમસ્યા આજના સમયમાં સામાન્ય થઈ ગઈ છે. સ્ક્રીન ટાઈમ વધી જવાથી ડાર્કથી ઝડપથી થાય છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા કેટલાક ઘરેલુ નુસખા કામ આવી શકે છે. તેને કરવાથી કોઈપણ જાતની મોંઘી ટ્રીટમેન્ટ વિના ડાર્ક સર્કલ દુર થાય છે. 

Honey and lemon: ત્વચા પર લીંબુ અને મધનો આ રીતે કરો ઉપયોગ, ટ્રીટમેન્ટ વિના દુર થશે ડાર્ક સર્કલ

Honey and lemon: આજકાલની જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે લોકો પાસે પોતાની કેર કરવા માટે પણ સમય નથી. સાથે જ લોકોનો સ્ક્રીન ટાઈમ પણ વધી રહ્યો છે જેના કારણે આંખની નીચે ડાર્ક સર્કલ થવા લાગે છે. આ ડાર્ક સર્કલને તમે સરળતાથી દુર કરી શકો છો. આંખના ડાર્ક સર્કલ દુર કરવા માટે મધ અને લીંબુ બેસ્ટ સાબિત થાય છે. 

મધમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે અને લીંબુ વિટામીન સીથી ભરપુર હોય છે. તેમાં બ્લીચિંગ ગુણ પણ હોય છે. આ બંને વસ્તુઓનું મિશ્રણ ડાર્ક સર્કલને દુર કરે છે. ડાર્ક સર્કલ દુર કરવા માટે તમે લીંબુ અને મધને ત્રણ રીતે ઉપયોગમાં લઈ શકો છો. ચાલો તમને જણાવીએ આ 3 રીત કઈ કઈ છે. 

લીંબુ અને મધનું ફેસ માસ્ક બનાવવાની 3 રીતો

1. 1 ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને આંખની આસપાસ લગાડો અને 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. આ મિશ્રણ નિયમિત લગાડવાથી ત્વચાની રંગત સુધરે છે. 

2. 1 ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ અને 1 ચમચી કાકડીનો રસ મિક્સ કરો. આ મિશ્રણને આંખની આસપાસ લગાડો અને 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી તેને સાફ કરો. 

3. 1 ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ અને 2 ટીપા બદામનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને આંખની આસપાસ હળવા હાથે લગાવો. ત્યારબાદ 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ત્વચાને સાફ કરો. આ મિશ્રણ નિયમિત લગાડવાથી ડાર્ક સર્કલ દુર થઈ જાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news