Instant Achaar: ભારતીય થાળી અથાણા વિના અધૂરી રહે છે. ઉનાળાની સીઝનમાં ઘરે ઘરમાં બાર મહિનાના અથાણા બનતા હોય છે. ખાસ તો ગુજરાતમાં વિવિધ પ્રકારના અથાણા આ સિઝન દરમિયાન બનાવવામાં આવે છે અને આખા વર્ષ માટે સ્ટોર કરવામાં આવે છે. વિવિધ અથાણા ભોજનનો સ્વાદ વધારી દે છે. પરંતુ કેટલાક ઘરમાં સમયના અભાવના કારણે 12 મહિનાના અથાણા બની શકતા નથી. જો તમારી પાસે પણ બાર મહિનાના અથાણા બનાવવાનો સમય ન હોય તો આજે તમને ઇન્સ્ટટન્ટ અચાર બનાવવાની રીત જણાવીએ. આ ઇન્સ્ટન્ટ અચાર ઝડપથી બની જાય છે અને તે સ્વાદમાં પણ ટેસ્ટી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Fruits For Skin: ઉનાળામાં ચહેરાની સુંદરતા વધારશે આ 5 ફળ, ડાઘ અને કરચલીઓ થશે ગાયબ


લીલા મરચાનું અથાણું 


સૌથી પહેલા આખા ધાણા, જીરું અને મેથીને ધીમા તાપે શેકી પાવડર બનાવી લેવો. ત્યાર પછી લીલા મરચાના ટુકડા કરી તેને પણ શેકી લેવા. હવે શેકેલા મરચામાં તૈયાર કરેલો પાવડર મીઠું અને લીંબુ ઉમેરો. હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, લાલ મરચું પાવડર અને હળદર ઉમેરીને વઘાર તૈયાર કરો. આ વઘારમાં મસાલા વાળા મરચા ઉમેરો. એક થી બે મિનિટ માટે સાંતળી અને ગેસ બંધ કરો. તૈયાર છે લીલા મરચાનું અથાણું. 


આ પણ વાંચો: Get Rid Of Tanning: તડકાના કારણે કાળી પડેલી ત્વચાને નોર્મલ કરવા ટ્રાય કરો આ ફેસ પેક


મિક્સ વેજ અચાર 


એક વાસણમાં રાઈ, પીળી સરસવ, જીરું, કાળા મરી, આખા ધાણા, મેથી, વરીયાળી અને અજમાને ડ્રાય રોસ્ટ કરો. આ મસાલાને ઠંડા કરી દરદરા પીસી લો. હવે તૈયાર કરેલા મસાલામાં કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર અને કલોંજી મિક્સ કરો. અન્ય એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં હિંગ ઉમેરીને લાંબા સમારેલા ગાજર, મૂળા, આદુ અને લીલા મરચા ઉમેરો. બધા જ શાકભાજીને બે મિનિટ માટે સાંતળી તેમાં લીંબુ અને વિનેગર ઉમેરો. એક મિનિટ પછી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરો. બે થી ત્રણ મિનિટ માટે સાંતળો અને ઇન્સ્ટન્ટ ચટપટુ મિક્સ વેજ અથાણું સર્વ કરો. 


આ પણ વાંચો: Skin Care: ઉનાળામાં પણ તમારો ચહેરો રહેશે ચમકતો, દહીંમાં મિક્સ કરીને લગાડો આ વસ્તુઓ


કેરીનું અથાણું 


કાચી કેરી ને લાંબા ટુકડામાં કાપો અને તેમાં હળદર અને મીઠું ઉમેરી પાંચ મિનિટ માટે અલગ રાખો. હવે એક વાસણમાં તેલ ગરમ કરો અને પછી તેને ઠંડુ કરી લો. અથાણાનો મસાલો તૈયાર કરવા માટે રાઈ, વરિયાળી, જીરું, મેથી, આખા મરચાંને ડ્રાય રોસ્ટ કરો. હવે આ મસાલાને ઠંડો કરીને પીસી લો. એક વાટકીમાં તૈયાર કરેલો મસાલો હળદર લાલ મરચું, કલોંજી અને મીઠું મિક્સ કરો. હવે તેમાં સમારેલી કાચી કેરી અને ઠંડુ કરેલું તેલ ઉમેરી 10 મિનિટ માટે રાખો. દસ મિનિટ પછી કેરીનું અથાણું ખાવા માટે તૈયાર હશે.