Ghee: પરોઠા ભારતીય રસોઈની પ્રમુખ વાનગીઓમાંથી એક છે. લગભગ દરેક ઘરમાં પરોઠા બનતા હોય છે અને લોકો સવારના નાસ્તાથી લઈને રાતના ડિનરમાં પરોઠાનો સ્વાદ માણે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાત જાણતા નથી કે પરોઠા બનાવવાની રીત તેમના સ્વાસ્થ્ય અને ખરાબ કરી શકે છે. ખાસ કરીને પરોઠા બનાવતી વખતે જ્યારે ગરમ તવા પર ઘી મૂકવામાં આવે છે તે રીત એકદમ ખોટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Porbandar: પોરબંદર નજીક આવેલી આ જગ્યા જોઈ ભુલી જશો ગોવા અને માલદિવના દરિયાકિનારા


નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વધારે તાપમાન પર જ્યારે પરોઠા શેકાતા હોય અને ગરમ થવા પર ઘી મૂકવામાં આવે તો તેના સ્મોક પોઈન્ટ સુધી પહોંચી જાય છે. જે લગભગ 250 સેલ્સિયસ જેટલું હોય છે. આ સ્થિતિમાં ઘી તૂટવા લાગે છે અને તેમાંથી હાનિકારક ફ્રી રેડીકલ અને ટોક્સિક કમ્પાઉન્ડ નીકળવા લાગે છે. આ કમ્પાઉન્ડ શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને સોજાને વધારે છે. જે હૃદયની બીમારી અને ડાયાબિટીસ જેવી બીમારી થવાનું કારણ બની શકે છે. 


આ પણ વાંચો: Cooking Tips: આ રીતે બનાવેલા ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન


વધારે ઘી થી થતા નુકસાન 


તવા પર પરોઠા શેકતી વખતે જો વધારે ઘી મૂકવામાં આવે તો તે પરોઠા કેલેરી અને સેચ્યુરેટેડ ફેટની માત્રા વધારે છે. જો નિયમિત પરોઠા ખાતા હોય તો વધારે ઘી વાળા પરોઠા વજન પણ વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ પણ બને છે. 


પરોઠા શેકવાની સાચી રીત 


હેલ્થ એક્સપર્ટ નું કહેવું છે કે પરોઠા શેકતી વખતે શક્ય હોય એટલું ઘી ઓછું વાપરવું. પરોઠા જ્યારે બંને તરફથી શેકાઈ જાય પછી તેના ઉપર ઘી લગાડવું જોઈએ. ડાયરેક્ટ ગરમ થવા પર ઘી ઉમેરીને પરોઠા શેકવા નહીં. 


આ પણ વાંચો: ઘરે જ કરી શકાય એવી 5 સરળ એક્સરસાઇઝથી ઝડપથી ઘટશે પેટની ચરબી, ડાયટિંગની જરૂર નહીં પડે


ઘીની યોગ્ય માત્રા અને ઘીથી થતા ફાયદા 


ઘીનું સેવન મર્યાદિત માત્રામાં કરવાથી લાભ પણ થાય છે. પાંચથી દસ ગ્રામ ગીત દિવસ દરમિયાન લેવામાં આવે તો શરીરને હેલ્થી ફેટ મળે છે પાચન સુધરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)