Cooking Tips: અથાણાના વધેલા તેલને આ રીતે કરો રીયુઝ, વાનગીનો સ્વાદ વધશે અને તેલ વેસ્ટ નહીં જાય
Cooking Tips: જો અથાણામાં તેલ ડૂબાડૂબ હોય તો વર્ષ આખું અથાણું ખરાબ થતું નથી. જોકે અથાણામાં રહેલા તેલનો ખાવામાં વધારે ઉપયોગ થતો નથી એટલે કે જેમ જેમ અથાણું પૂરું થાય તેમ તેલ વધતું રહે છે. છેલ્લે અથાણું પુરું થઈ જાય છે અને તેલ વધી પડે છે.
Cooking Tips: અથાણું લાંબો સમય સુધી તાજું રહે અને સ્વાદિષ્ટ બને તે માટે અથાણામાં તેલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જો અથાણામાં તેલ ડૂબાડૂબ હોય તો વર્ષ આખું અથાણું ખરાબ થતું નથી. જોકે અથાણામાં રહેલા તેલનો ખાવામાં વધારે ઉપયોગ થતો નથી એટલે કે જેમ જેમ અથાણું પૂરું થાય તેમ તેલ વધતું રહે છે. છેલ્લે અથાણું પુરું થઈ જાય છે અને તેલ વધી પડે છે.
ઘણા લોકો એવું કરે છે કે જુના અથાણાના તેલમાં જ નવું અથાણું કરે છે જેથી તેલને ફેકવું ન પડે પરંતુ અથાણું કર્યા વિના પણ તમે આ તેલનો રીયુઝ કરી શકો છો. અથાણાનું તેલ તમારે ફેકવું ન હોય અને તેને ઉપયોગમાં લેવું હોય તો આજે તમને તેનો બેસ્ટ વિકલ્પ જણાવીએ. તમે આ અલગ અલગ રીતે અથાણાના તેલનો ઉપયોગ કરી શકો છો તેનાથી તમારે તેલ ફેકવું પણ નહીં પડે.
આ પણ વાંચો: Orange Peel:સંતરાની છાલ કચરો નથી પોષક તત્વોનો ખજાનો છે, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
મેરીનેટ કરવામાં
અથાણાના વધેલા તેલને તમે ચિકન, માછલી અને અન્ય શાકને મેરીનેટ કરવામાં યુઝ કરી શકો છો. આ તેલમાં થોડું લસણ, આદુ અને દહીં મિક્સ કરીને તમે ભોજનની સાથે તેનો ઉપયોગ કરી શકો છો અથાણાના તેલવાળું દહીં ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.
સલાડનું ડ્રેસિંગ
સલાડમાં ડ્રેસિંગ તરીકે પણ તેલ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રેસિંગ તરીકે તમે સલાડના તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમે કોબી સહિતના પાનવાળા શાકભાજીનું સલાડ બનાવી રહ્યા છો તો તેમાં અથાણાનું તેલ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
આ પણ વાંચો: રોજ 1 ગ્લાસ પીવું આ એન્ટી એજીંગ જ્યુસ, 50 વર્ષે પણ ત્વચા પર નહીં દેખાય કરચલીઓ
લોટમાં ઉપયોગ કરો
પરોઠા, થેપલા કે પુરીના લોટમાં પણ તમે અથાણાનું તેલ વાપરી શકો છો. લોટ બાંધ્યા પછી અથાણાના તેલથી લોટને ચીકણો કરી શકો છો તેનાથી પરોઠા થેપલાનો સ્વાદ પણ વધી જશે.
ચટણીમાં કરો ઉપયોગ
દરેક ઘરમાં વિવિધ પ્રકારની ચટણીઓ બનતી હોય છે. કેટલીક ચટણી એવી હોય છે જેમાં કાચા તેલનો ઉપયોગ કરવાનો હોય છે. આવી ચટણીમાં તમે અથાણાનું તેલ ઉમેરી શકો છો તેનાથી ચટણીનો સ્વાદ પણ વધી જશે.
આ પણ વાંચો: પેટના ગેસ અને અપચાની સમસ્યા 5 મિનિટમાં દુર કરશે આ પાચક ગોળી, આ રીતે બનાવો ઘરે
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)