Anti Ageing Juices: રોજ 1 ગ્લાસ પીવું આ એન્ટી એજીંગ જ્યુસ, 50 વર્ષે પણ ત્વચા પર નહીં દેખાય કરચલી કે ફાઈનલાઇન્સ

Anti Ageing Juices: પ્રકૃતિએ કેટલાક એવા ખાદ્ય પદાર્થ આપ્યા છે જે એન્ટી એજિંગ તરીકે કામ કરે છે. ઘણા ફળ અને શાકભાજી એવા હોય છે જે એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે. આજે તમને આ વસ્તુઓમાંથી બનતા પાંચ એવા જ્યુસ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી. 

Anti Ageing Juices: રોજ 1 ગ્લાસ પીવું આ એન્ટી એજીંગ જ્યુસ, 50 વર્ષે પણ ત્વચા પર નહીં દેખાય કરચલી કે ફાઈનલાઇન્સ

Anti Ageing Juices: ઉંમર વધવી એક નેચરલ પ્રોસેસ છે કોઈપણ વ્યક્તિ તેને રોકી શકતું નથી. જેમ જેમ ઉંમર વધે તેમ શરીરમાં કેટલાક ફેરફાર થાય છે. ઉંમર વધે ત્યારે હાડકા નબળા પડવા લાગે છે, પ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય છે અને ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે. ત્વચા પર દેખાતી કરચલીઓથી શરીર પર વૃદ્ધત્વની અસર વધારે ઝડપથી દેખાવા લાગે છે. તમે વધતી ઉંમરને તો અટકાવી શકતા નથી પરંતુ પોતાની ડાયેટમાં કેટલાક ફેરફાર કરીને એજિંગની પ્રોસેસને સ્લો કરી શકો છો. પ્રકૃતિએ કેટલાક એવા ખાદ્ય પદાર્થ આપ્યા છે જે એન્ટી એજિંગ તરીકે કામ કરે છે. ઘણા ફળ અને શાકભાજી એવા હોય છે જે એન્ટી એજિંગ એજન્ટ તરીકે કામ કરે છે. આજે તમને પાંચ એવા જ્યુસ વિશે જણાવીએ જેનું સેવન કરવાથી ત્વચા પરની કરચલીઓ ઓછી થાય છે. 

ટામેટાનો જ્યુસ

ટમેટા વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ સહિત ફોસ્ફરસથી ભરપૂર હોય છે. ટમેટાનું જ્યુસ પીવાથી ચહેરા પર કરચલીઓ ઓછી થાય છે અને ફાઈનલાઇન્સ પણ દૂર થઈ જાય છે.

દાડમનો રસ

દાડમ પણ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે નેચરલ બ્લડ પ્યોરીફાયર તરીકે કામ કરે છે. તેનું સેવન કરવાથી રક્ત સાફ થાય છે અને સ્કીન પર ગ્લો આવે છે.

ગાજર અને બીટનો રસ

ગાજર અને બીટમાં ભરપૂર પ્રમાણમાં ફોલિક એસિડ, ઝિંક, આયરન, વિટામીન સી જેવા પોષક તત્વો હોય છે તે શરીરમાંથી બધા જ ટોક્સિન બહાર કાઢે છે. આ જ્યુસ પીવાથી રક્ત સાફ થાય છે અને ચહેરા પરના પીમ્પલ્સ અને રીન્કલ્સ દૂર થાય છે.

દૂધીનું જ્યુસ

દુધીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે અને સાથે જ રીતે વિટામીન કે અને કેલ્શિયમથી તે સમૃદ્ધ હોય છે. તેનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે. દૂધીનો રસ પીવાથી ત્વચાના ડેમેજ સેલ્સ રીપેર થાય છે અને તેના પર જામેલી ગંદકી નીકળી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news