Cooking Tips: આ રીતે બનાવેલા ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન, બ્લડ સુગર પણ રહેશે કંટ્રોલમાં
Cooking Tips: ચોખાને યોગ્ય રીતે પકાવવામાં આવે તો દિવસે અને રાત્રે ભાત ખાવાથી પણ તમારું વજન વધશે નહીં અને ડાયાબિટીસમાં પણ તકલીફ પડશે નહીં. શરીરનું વજન વધે કે ચરબી વધે તેનું કારણ ભાત નહીં બને. જો તમને પણ ભાત ખાવા પસંદ હોય તો આજે તમને જણાવીએ કે ભાત કેવી રીતે બનાવવા જોઈએ.
Cooking Tips: તમે પણ એવું અનેક વખત સાંભળ્યું હશે કે ચોખા એટલે કે ભાત ખાવાથી વજન વધે છે. જે લોકોને પોતાનું વધેલું પેટ ઘટાડવું હોય તેવો સૌથી પહેલાં ભાત ખાવાનું બંધ કરે છે. પરંતુ આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. સાઉથ ઇન્ડિયામાં મોટાભાગના લોકો સવારે અને રાત્રે ચોખા ખાતા હોય છે. પરંતુ જે બંને ટાઈમ ચોખા ખાય છે તેઓનું પણ વજન વધારે હોય તે જરૂરી નથી. મોટાભાગની સાઉથ ઇન્ડિયન વાનગીઓ ચોખાથી જ બને છે. ચોખા ખાવાથી વજન વજન વધતું નથી જો તમે ચોખાને યોગ્ય રીતે પકાવી અને તેને ખાવ છો તો તે નુકસાન કરતા નથી.
આ પણ વાંચો: Cleaning Tips: સ્વેટર સહિત ગરમ કપડા પર પડેલા ડાઘ કાઢવા અપનાવો આ ટીપ્સ
ચોખાને યોગ્ય રીતે પકાવવામાં આવે તો દિવસે અને રાત્રે ભાત ખાવાથી પણ તમારું વજન વધશે નહીં અને ડાયાબિટીસમાં પણ તકલીફ પડશે નહીં. શરીરનું વજન વધે કે ચરબી વધે તેનું કારણ ભાત નહીં બને. જો તમને પણ ભાત ખાવા પસંદ હોય તો આજે તમને જણાવીએ કે ભાત કેવી રીતે બનાવવા જોઈએ. આ રીતે બનાવેલા ભાત બપોરે અને રાત્રે ભોજનમાં લેશો તો પણ તમારું વજન વધશે નહીં અને બ્લડ સુગર પણ સ્પાઇક નહીં થાય.
આ પણ વાંચો: ઘરે જ કરી શકાય એવી 5 સરળ એક્સરસાઇઝથી ઝડપથી ઘટશે પેટની ચરબી, ડાયટિંગની જરૂર નહીં પડે
હેલ્થ એક્સપર્ટ પણ જણાવે છે કે ચોખા ખાવાથી વજન વધતું નથી. જો તમે ચોખાને ખોટી રીતે પકાવો અને પછી તેને ખાવ તો વજન ઝડપથી વધે છે. જો ચોખાની પસંદગી યોગ્ય રીતે થઈ હોય અને તેને યોગ્ય રીતે પકાવવામાં આવે તો તે નુકસાન કરતા નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર માર્કેટમાં મળતા પોલીશ રાઈસને બદલે અનપોલીશ રાઈસ ખાવા જોઈએ. આ ચોખા ખાવાથી વજન વધતું નથી.
આ પણ વાંચો: સવારની આ 5 ખરાબ આદતો જ બગાડે છે દિવસ, હેલ્ધી અને ફીટ રહેવું હોય તો આજથી જ કરો ફેરફાર
મોટાભાગના લોકો પોલીશ રાઈસ ખાવાનું પસંદ કરે છે અને તેને પકાવવાની રીત પણ ખોટી હોય છે. ખોટી રીતે પકાવેલા ચોખા વજન વધવાનું કારણ બની શકે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર ભાત ક્યારેય કુકરમાં બનાવવા નહીં. ભાત બનાવવા માટે ચોખાને હંમેશા ખુલ્લા તપેલામાં પાણીમાં ઉકાળીને પકાવવા જોઈએ. ભાત બની જાય પછી જે પાણી વધે તેને કાઢી નાખવું. જો આ રીતે તમે ભાત બનાવીને ખાશો તો વજન વધશે નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)