Cleaning Tips: સ્વેટર સહિત ગરમ કપડા પર પડેલા ડાઘ કાઢવા અપનાવો આ ટીપ્સ
Cleaning Tips: ઠંડીથી બચવા સ્વેટર સહિત ઊનના કપડા રોજ પહેવા પડે છે. તેવામાં ઘણીવાર આ કપડા પર ડાઘ પણ પડી જતા હોય છે. ઊનના કપડા પર પડેલા ડાઘ કાઢવા માટેની જોરદાર ટીપ્સ આજે તમને જણાવીએ. આ ટીપ્સ અપનાવશો તો કપડા પરથી ડાઘ પણ નીકળી જશે અને કપડાને નુકસાન પણ નહીં થાય.
Trending Photos
Cleaning Tips: શિયાળામાં ઠંડીથી બચવા માટે ઊનના કપડાં પહેરવામાં આવે છે. રોજ પહેરાતા ઊનના કપડામાં ઘણી વખત ડાઘ પણ પડી જતા હોય છે. સામાન્ય કપડાની જેમ આ કપડાની ધોવાથી તેમાંથી ડાઘ નીકળતા નથી. ઊનના કપડાને સાફ કરવા મુશ્કેલ થઈ જાય છે. જો સામાન્ય કપડાની જેમ તેના પરથી ડાઘ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે તો કપડાં બગડી પણ જાય છે કારણ કે ઊન નાજુક હોય છે. તેથી આ કપડાં પરથી ડાઘ કાઢવા માટે પણ ખાસ ટીપ્સ અપનાવી જોઈએ.
ઊનના કપડાને ધોતી વખતે સાવધાની રાખવામાં ન આવે તો તેનો રંગ ખરાબ થઈ જાય છે તે ફાટી જાય છે અને ઘણી વખત તે ટૂંકા પણ થઈ જાય છે. તેથી જ ડાઘ કાઢવા માટે યોગ્ય ટેકનિક અને સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. આજે તમને ઊનના કપડા પરથી ડાઘ દૂર કરવાની બેસ્ટ રીત જણાવીએ. આ રીતે ઊનના કપડા સાફ કરશો તો સ્વેટર અને અન્ય કપડા ડેમેજ પણ નહીં થાય અને સારી રીતે સાફ થઈ જશે.
સ્વેટર પરથી ડાઘ કાઢવાના ઉપાય
1. સ્વેટર કે અન્ય કપડા પર ડાઘ પડે તો સૌથી પહેલા તુરંત જ તેને પાણીથી સાફ કરી લો. ડાઘ પડ્યા પછી કપડાને જેટલી ઝડપથી ધોશો એટલું સારું રહેશે. જો ડાઘ અંદર સુધી પહોંચી જશે તો તેને સાફ કરવા મુશ્કેલ થશે તેથી પાણીથી તેને તુરંત સાફ કરી લો.
2. ઊનના કપડા નાજુક હોય છે તેથી તેને ધોવા માટે ઊનના કપડા માટેના ડિટરજન્ટનો જ ઉપયોગ કરવો. ડાઘ પડ્યો હોય તે ભાગ ઉપર હુંફાળું પાણી નાખી ધીરે ધીરે ધોવું.
3. વિનેગર નેચરલ ક્લીનર છે. તેની મદદથી સ્વેટર પર પડેલા ડાઘને દૂર કરી શકાય છે. તેના માટે વિનેગર અને પાણીનું મિશ્રણ તૈયાર કરો. ત્યાર પછી જ્યાં ડાઘ પડ્યો હોય ત્યાં આ મિશ્રણને હળવા હાથે લગાવવો અને ધીરે ધીરે સાફ કરો.
4. બેકિંગ સોડા વડે પણ ડાઘ દૂર કરી શકાય છે. તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાઘ હોય તે જગ્યાએ લગાવો અને થોડીવાર રહેવા દો. 10 થી 15 મિનિટ પછી કપડાને હળવા હાથે ઘસીને સાફ કરશો તો ડાઘ નીકળી જશે.
5. ઊનના કપડાને ધોયા પછી હંમેશા ખુલી હવામાં સુકવો. કપડાને તડકામાં રાખવા નહીં. તડકામાં રાખવાથી કપડા સંકોચાઈ જાય છે. અને તેનો આકાર ખરાબ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે