Cooking Tips: શું તમારી સાથે ક્યારેક એવું થયું છે કે તમે ખૂબ મહેનતથી કોઈ વાનગી બનાવી હોય પણ તેમાં જોઈએ એવો સ્વાદ ન આવે? આવું થવાના ઘણા બધા કારણ હોય છે જેમાંથી એક કારણ છે વાનગીમાં કરેલો વઘાર. સામાન્ય રીતે લોકો વિવિધ પ્રકારની વાનગીઓમાં જીરાનો વઘાર કરતા હોય છે. પરંતુ જીરા સિવાય પણ અન્ય કેટલીક વસ્તુઓ છે જેનો વઘાર તમે દાળ શાકમાં કરશો તો તેનાથી વાનગીનો સ્વાદ વધી જશે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ કઈ વસ્તુ છે જેનો વઘાર કરવાથી ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips: શિયાળામાં આ 5 વસ્તુ ખાવા પર કંટ્રોલ નહીં રાખો તો કમર 28 માંથી થઈ જશે 38


રાઈનો વઘાર


દરેક વખતે જીરાનો વઘાર કરવાથી ભોજનનો સ્વાદ એકસરખો જ લાગે છે કેટલીક વાનગીમાં તમે જીરાને બદલે રાઈનો ઉપયોગ પણ કરી શકો છો. રાઈનો વઘાર કરવાથી વાનગીનો સ્વાદ અને સુગંધ બંને બદલી જાય છે. ખાસ કરીને કઢી અને દાળમાં જો તમે રાયનો વઘાર કરશો તો તેને ખાઈને લોકો આંગળા ચાટી જાશે. તેના માટે તેલને ગરમ કરી તેમાં રાઈ ઉમેરવી રાઈ બરાબર તતડી જાય પછી તે વઘારને દાળ, શાક, કઢીમાં ઉમેરી દો. 


આ પણ વાંચો: Ahmedabad Ni Gufa: એક દિવસની પિકનિક માટે બેસ્ટ ઓપ્શન છે અમદાવાદની ગુફા


લવિંગ અને લીમડાના પાન


જો તમે તમારા ભોજનનો સ્વાદ દસ ગણો વધારી દેવા માંગતા હોય તો તેના વઘારમાં જીરાને બદલે લીમડાના પાન અને લવિંગ ઉમેરી જુઓ. લવિંગ અને લીમડાના પાન તમારી વાનગીનો સ્વાદ બમણો કરી દેશે. શિયાળામાં લવિંગનો વઘાર કરવાથી શરીરને પણ લાભ થશે


આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આમાંથી કોઈ એક વસ્તુઓ, સવાર સુધી ખીલી જશે ચહેરો


મેથીનો વઘાર


મેથી કડવી હોય છે પરંતુ જો તમે તેનો વઘારમાં ઉપયોગ કરશો તો તમારી વાનગીનો સ્વાદ અનેક ઘણો વધી જશે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેની સાથે મેથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેટલાક શાક એવા હોય છે જેમાં મેથીનો વઘાર કરવાથી તેનો સ્વાદ લોકો આંગણા ચાટી જાય તેવો થઈ જાય છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)