Ahmedabad Ni Gufa: એક દિવસની પિકનિક માટે બેસ્ટ ઓપ્શન છે અમદાવાદની ગુફા, મંત્રમુગ્ધ થઈ જશો આ જગ્યા જોઈને
Ahmedabad Ni Gufa: જે લોકો ફરુંકડા હોય એટલે કે જેઓ ફરવાના શોખીન હોય છે તેઓ સતત એવી જગ્યાઓ શોધતા હોય છે જ્યાં તેઓ કંઈક અલગ જોઈ શકે. જે જગ્યા તેમને યાદગાર અનુભવ આપે. જો તમે પણ આવી જગ્યાઓ ફરવાના શોખીન છો અને અમદાવાદ શહેરમાં જ રહો છો તો તમારા માટે તો ઘર આંગણે ગંગા જેવી સ્થિતિ છે. જો તમે વીકેન્ડમાં ફરવા માટે કોઈ નવી જગ્યા શોધી રહ્યા છો તો તમે અમદાવાદની ગુફાની મુલાકાત લઈ શકો છો.
અમદાવાદની ગુફા એક અદ્ભુત જગ્યા છે જેની મુલાકાત એકવાર તો લેવી જ જોઈએ. અને તેમાં પણ જો તમે અમદાવાદમાં રહો છો અને આ જગ્યા ન જોઈ હોય તો ધૂળ પડી તમારા ફરવાના શોખ પર.. અમદાવાદની ગુફા ભારતની એક માત્ર ભૂગર્ભ આર્ટ ગેલેરી છે.
આ ગુફા આર્કિટેક્ચર અને કલાનો અદ્ભુત સંગમ છે. અહીંની સુંદરતા અને કલાકૃતિઓ તમારું દિલ જીતી લેશે. આ આર્ટ ગેલેરી આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં ભારતના પ્રખ્યાત એમએફ હુસૈનની કૃતિ રાખવામાં આવી છે.
જમીનની ઉપરથી આ જગ્યા પર નાના-મોટા ગુંબજ જોવા મળે છે અને તેની નીચે ગુફા જેવી રચના છે એક અલગ જ અનુભવ કરાવે છે. આર્ટ ગેલેરીનો આધાર એવા અંદરના સ્તંભ પણ ખૂબ જ અલગ છે જે આખી ગેલેરીને એક અલગ જ લુક આપે છે.
આ સ્તંભો સ્ટોનહેંજ મોનોલિથ આર્ટથી પ્રેરિત છે. જો તમને આર્ટમાં રસ હોય તો એકવાર આ આર્ટ ગેલેરીની મુલાકાત અચૂક લેવી. આ ગેલેરીમાં એમએફ હુસૈનના ચિત્રો પણ જોવા મળે છે.
આ ચિત્ર પુરાપાષણ કલાથી પ્રેરિત છે. જેમાં આદિવાસી લેઈટમોટિફને દર્શાવવામાં આવ્યું છે. આ ગુફા સ્થળ, પ્રકાશ, કલાકૃતિ અને વાસ્તુકલાની અલગ જ ઝલક દેખાડે છે.
Trending Photos