Cooking Tips: ટેસ્ટી મસાલેદાર ફ્રાઈમ્સ જોઈને દરેકના મોઢામાં પાણી આવી જાય. નાના મોટા સૌ કોઈને ભાવે એવો આ નાસ્તો છે. ફ્રાઈમ્સ ખાવાનું મન તો અનેક વાર થાય છે પરંતુ ઘણા લોકો એટલા માટે ફ્રાઈમ્સ ખાવાનું ટાળે છે કારણ કે તેને તળવામાં તેલનો ઉપયોગ થયો હોય છે. તળેલી ફ્રાઈમ્સ અનહેલ્ધી ગણાય છે તેના કારણે લોકો તેને ખાવાનું ટાળે અને બાળકોને પણ ખવડાવતા નથી. જો તમે પણ ટેસ્ટી ફ્રાઈમ્સ એટલા માટે જ ખાવાનું ટાળતા હોય કે તે તેલમાં તળેલી હોય છે તો આજે તેનું સમાધાન તમને જણાવી દઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Lemon For Skin: લીંબુના રસથી ચહેરા પરના કાળા ડાઘ અને ખીલ કરો દુર, જાણો ઉપયોગની રીત


જો તમને ફ્રાઈમ્સ ખૂબ જ ભાવતી હોય અને તમે ઘરમાં આ હળવો નાસ્તો કરવા માંગતા હોય તો તેલ વિના કેવી રીતે ફ્રાઈમ્સ તૈયાર કરવી આજે તમને જણાવીએ. જાણીને નવાઈ લાગશે પરંતુ તમે ઘરે 3 રીતે ટેસ્ટી ફ્રાઈમ્સ તેલના ઉપયોગ વિના બનાવી શકો છે. ફ્રાઈમ્સ તૈયાર કરવા માટે એક ટીપું તેલની જરૂર પણ નહીં પડે. આ 3 રીત કઈ છે તે પણ જાણી લો. 


તેલ વિના ફ્રાઈમ્સ બનાવવાની 3 રીતો


આ પણ વાંચો: ફુલીને ફુગ્ગા જેવું થયેલું પેટ ઝડપથી થશે ફ્લેટ, આ સમયે લીલું નાળિયેર પીવાનું શરુ કરો


શેકેલી ફ્રાઈમ્સ


તેલ વિના ઘરે ફ્રાઈમ્સ તૈયાર કરવી હોય તો એક મોટા વાસણમાં એક કપ મીઠું લેવું. મીઠું ગરમ થાય પછી તેમાં જે પણ ફ્રાઈમ્સ તૈયાર કરવી હોય તેને નાખો. ત્યાર પછી ફ્રાઈમ્સ  અને મીઠાને સતત હલાવતા રહો. થોડી જ મિનિટોમાં તમે જોશો કે ફ્રાઈમ્સ ફુલવા લાગી છે. તેલમાં તળેલી ફ્રાઈમ્સ હોય તેવી જ ફ્રાઈમ્સ મીઠામાં પણ તૈયાર થઈ જશે. 


આ પણ વાંચો: ફક્ત 10 રૂપિયામાં ઘરે જ મળશે પાર્લર જેવો ગ્લો, ચહેરા પર લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુ


માઇક્રોવેવ 


આજના સમયમાં મોટાભાગના લોકોના ઘરમાં માઇક્રોવેવ હોય છે. માઇક્રોવેવનો ઉપયોગ કરીને પણ ફ્રાઈમ્સ બનાવી શકાય છે. તેના માટે માઇક્રોવેવ સેફ બાઉલમાં ફ્રાઈમ્સને રાખી અને માઇક્રોવેવને ફક્ત 30 સેકન્ડ માટે ચાલુ કરો. ફ્રાઈમ્સ 30 સેકન્ડમાં જ માઇક્રોવેવમાં ફૂલીને તૈયાર થઈ જશે. 


આ પણ વાંચો: આ ઉપાયથી ચોમાસામાં તમારા ઘરમાં નહીં ફરકે એક પણ માખી, પાડોશી પણ પુછવા આવશે સીક્રેટ


એર ફ્રાયર


આજના સમયમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતા લોકો એર ફ્રાયર પણ ઘરમાં રાખતા હોય છે. જો તમારા ઘરમાં પણ એર ફ્રાયર હોય તો તમે તેમાં તેલ વિના ફ્રાઈમ્સ તળી શકો છો. એર ફ્લાયરના બાઉલમાં જે પણ ફ્રાઈમ્સ તૈયાર કરવી હોય તેને રાખી અને ટેમ્પરેચર સેટ કરી એર ફ્રાયર ચાલુ કરી દો. એર ફ્રાયરમાં ફ્રાઈમ્સને બનતા 2 મિનિટનો સમય લાગે છે. 2 મિનિટમાં ફ્રાઈમ્સ તૈયાર થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)