Kitchen Hacks: દરેક ઘરના રસોડામાં રસોઈ બની જાય પછી તેના ઉપર કોથમીર નાખવામાં આવે છે જેથી તેમની સુંદરતા અને સ્વાદ બંને વધી જાય. પરંતુ કોથમીરની અછત ઉનાળાના દિવસોમાં જોવા મળે છે. ગરમીના દિવસોમાં કોથમીર ઝડપથી સુકાઈ જાય છે. તેને ફ્રિજમાં પણ તમે લાંબા સમય સુધી રાખી શકતા નથી કોથમીરના પાન તુરંત જ કાળા થવા લાગે છે. તેવામાં તમે એક કે બે વાર ઉપયોગ કરો પછી તેને ફેંકી દેવા પડે છે. પરંતુ જો તમે કોથમીરને આ રીતે સ્ટોર કરશો તો તમે 30 દિવસ સુધી તેને ફ્રેશ રાખી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે ગરમીના દિવસોમાં કોથમીરને 30 દિવસ સુધી ફ્રેશ રાખવા માટે તેને સ્ટોર કેવી રીતે કરવા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ ફળનું નામ કહેવામાં ગામ ગાંડુ થયું, સોશિયલ મીડિયા યૂઝર્સ થયા કંફ્યૂઝ, તમને ખબર છે?


આ સરળ ઉપાયથી છૂટશે સિગારેટ-આલ્કોહોલની જૂની લત, મળશે 8 મોટા ફાયદાઓ


આ 4 શાકને ક્યારેય ન રાખવા ફ્રિઝમાં, બદલી જાય છે સ્વાદ-રંગ, થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ



આ રીતે સ્ટોર કરો કોથમીર


- તાજી કોથમીર લઈ આવો એટલે સૌથી પહેલા તેમાંથી નીચેના મૂળ અને ખરાબ પાન અલગ કરી દો.


- ત્યાર પછી એક કન્ટેનરમાં પાણી ભરો અને તેમાં એક ચમચી હળદર પાઉડર ઉમેરો.


- હવે કોથમીરના પાનને 30 મિનિટ માટે આ પાણીમાં પલાળી દો.


- 30 મિનિટ પછી બધા જ પાનને પાણીમાંથી કાઢી બરાબર કોરા કરી લેવા.


- હવે બીજા એક કન્ટેનરમાં પેપર નેપકીન રાખો અને તેમાં બધા જ પાન રાખી દેવા. તેની ઉપર પણ બીજું પેપર નેપકીન ઢાંકી દેવું.


- ત્યાર પછી કન્ટેનરને બરાબર રીતે બંધ કરી ફ્રિજમાં રાખી દેવું. આ રીતે તમે સ્ટોર કરશો તો કોથમીર 30 દિવસ સુધી આરામથી ઉપયોગમાં લઈ શકાશે. 


કોથમીરને સ્ટોર કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેને કોરા બરાબર કરી લેવા. જો કોથમીરના કોઈપણ પાન ભીના હશે તો તે ઝડપથી ખરાબ થવા લાગશે. તેથી પાણીમાં પલાળ્યા પછી કોથમીરને ટીસુ પેપર પર રાખી દેવી જેથી બધું જ પાણી સુકાઈ જાય.