આ 4 શાકને ક્યારેય ન રાખવા ફ્રિઝમાં, બદલી જાય છે સ્વાદ અને રંગ, થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ પણ
How to Keep Vegetable Fresh:શું તમે જાણો છો કે કેટલાક શાક એવા છે જેને ક્યારેય ફ્રિજમાં રાખવા ન જોઈએ. હકીકતમાં આ વસ્તુઓ ફ્રિજમાં રાખવા માટે છે જ નહીં. આ વસ્તુઓ કુદરતી વાતાવરણમાં જ બરાબર રહે છે તેથી આ વસ્તુઓને ફ્રિજમાં રાખીને તેનો સ્વાદ અને રંગ ખરાબ કરવો જોઈએ નહીં.
Trending Photos
How to Keep Vegetable Fresh: ઉનાળા દરમ્યાન ફળ, શાક, દૂધ જેવી વસ્તુઓ ખરાબ ન થઈ જાય તે માટે તેને ફ્રીજમાં રાખવામાં આવે છે. દરેક ઘરમાં ફ્રીજ હોય તે હવે સામાન્ય વાત થઈ ચૂકી છે અને ફ્રિજમાં મોટાભાગની વસ્તુઓ રાખવામાં આવે છે જેથી તે ખરાબ ન થઈ જાય. ફ્રીજ ની અંદર તાપમાન ઓછું હોય છે તેથી વસ્તુઓ ઝડપથી ખરાબ થતી નથી. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક શાક એવા છે જેને ક્યારેય ફ્રિજમાં રાખવા ન જોઈએ. હકીકતમાં આ વસ્તુઓ ફ્રિજમાં રાખવા માટે છે જ નહીં. આ વસ્તુઓ કુદરતી વાતાવરણમાં જ બરાબર રહે છે તેથી આ વસ્તુઓને ફ્રિજમાં રાખીને તેનો સ્વાદ અને રંગ ખરાબ કરવો જોઈએ નહીં. આ ચાર વસ્તુઓ એવી છે જેને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ પણ બદલી જાય છે અને તેના કારણે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે.
આ પણ વાંચો:
ડુંગળી
ડુંગળી એવું શાક છે જે ફ્રિજમાં રાખવાથી સડી જાય છે. ડુંગળી ને હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં હવા અને ઉજાસ આવતા ન હોય અને તે જગ્યાએ એકદમ ડ્રાય હોય. ડુંગળીને ફ્રીજમાં રાખવાથી તેમાં ફૂગ થવા લાગે છે અને ત્યાર પછી તે ખાવા લાયક હોતી નથી.
કેળા
કેળા એવું ફળ છે જેને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં. કેળાને હંમેશા તાજી હવામાં ખુલ્લા રાખવા જોઈએ. ફ્રીજના ઠંડા તાપમાનમાં કેળાની છાલ ઝડપથી કાળી પડી જાય છે અને કેળાનો સ્વાદ પણ ખાટો થવા લાગે છે.
બટેટા
બટેટાને પણ હંમેશા ખુલ્લી અને સૂકી જગ્યામાં રાખવા જોઈએ. તેનાથી તેના પૌષ્ટિક ગુણ જળવાઈ રહે છે. જો તમે ફ્રીજમાં રાખો છો તો બટેટાનો રંગ બદલી જાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.
ટમેટા
મોટાભાગના લોકો આ ભૂલ કરતા જ હોય છે તેઓ એક સાથે ઘણા બધા ટમેટા ખરીદી લે છે અને પછી તેને ફ્રિજમાં સ્ટોર કરે છે. ટમેટાને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં. ટમેટાને પણ ખુલ્લા અને સામાન્ય તાપમાનમાં જ રાખવા જોઈએ. ટામેટાને ઘણા બધા દિવસ માટે ફ્રિજમાં સ્ટોર કરવાથી તેનો સ્વાદ બદલી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે