નવી દિલ્હી: Covid-19 Recovery: દેશમાં કોરોના વાયરસ સંક્રમણનો (Coronavirus In India) કહેર યથાવત છે. આ સમય દરમિયાન, સેલ્ફ મેડિકેશન (Self Medication) અને વસ્તુઓની યોગ્ય જાણકારી ન હોવાને કારણે ઘણા લોકો કોવિડ-19 (Covid-19) તેમજ અન્ય રોગોના શિકાર બની રહ્યા છે. જો કે, સંક્રમણ દરમિયાન લાઈફસ્ટાઈલમાં (Lifestyle) કેટલાક ફેરફારો કરીને તમે ઘણો આરામ મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંક્રમણથી ઝડપથી સ્વસ્થ થવા માટે અજમાવો આ રીત
કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) દરેકના શરીરને અલગ રીતે અસર કરે છે. આમાંથી સ્વસ્થ થવા માટે દરેકનો રિકવરી ટાઈમ અને પ્રોસેસ પણ અલગ છે. કોવિડ-19 ના સંક્રમણ થયા બાદ થોડા દિવસો માટે તમારે વધુ કાળજી લેવાની અને લાઈફસ્ટાઈલને (Lifestyle) સંપૂર્ણપણે બદલવાની જરૂર છે. જાણો, કોવિડ-19 થી રિકવરી માટેની કેટલીક ટિપ્સ (Covid-19 Recovery Tips).


આ પણ વાંચો:- કૃષ્ણ-અર્જૂન અને રાક્ષસોની વાર્તા જીવનમાં આવતા કપરા સમયમાં કેવી રીતે થાય છે ઉપયોગી


સવારનો તડકો છે સૌથી મહત્વપૂર્ણ
કોરોના વાયરસથી રિકવર (Coronavirus Recovery Tips) થવા માટે વિટામીન D (Vitamin D) ખૂબ મહત્વનું છે. સવારના તડકામાં 10 થી 15 મિનિટ બેસો. ઉનાળાના દિવસોમાં તડકો એકદમ તેજ હોય છે, તેથી સવારના લાઈટ તડકામાં બેસો, નહીં તો ડિહાઇડ્રેશનનું જોખમ વધી શકે છે.


પ્રાણાયામ કરવા જોઇએ
કોરોનાથી સંક્રમિત થવા પર શરીર નબળું પડે છે. તેથી ધીરે ધીરે થોડી કસરત (Exercise) કરો. શરીરમાં ઓક્સિજનનું સ્તર (Oxygen Level Control) બરાબર રાખવા માટે પ્રાણાયામ કરો. ઓક્સિજનના સ્તરને સુધારવા માટે કોરોના દર્દીઓએ અનુલોમ-વિલોમ, ભ્રામરી, કપાલભટી અને ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા જોઈએ જેથી શરીરનું ઓક્સિજન સ્તર જળવાઈ રહે.


આ પણ વાંચો:- જો ઘરમાં બિલાડી પાળવા માંગો છો, તો આ વાતનું રાખજો ખાસ ધ્યાન


ડાયટમાં પરિવર્તન
કોરોનાથી રિકવર થયા બાદ શરીરમાં ઘણી નબળાઇ આવે છે. તેથી દર્દીઓએ તેમના ડાયટનું (Covid-19 Diet) ધ્યાન રાખે. દરરોજ સવારે ખજૂર, કિસમિસ, બદામ અને અખરોટ ખાઓ. જો તમને ખાવાની ઈચ્છા ઓછી હોય તો ડ્રાયફ્રૂટનું સેવન કરો. તેનાથી તમને જરૂરી પોષણ તેમજ ઉર્જા મળશે.


સરગવાનું સૂપ કરશે તમને મદદ
કોવિડ-19 સંક્રમણને કારણે હાડકાં અને સ્નાયુઓમાં દુખાવાની ફરિયાદ રહે છે, તેથી ચોક્કસપણે સરગવાનું સૂપ પીવો. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ સરગવાનો સૂપ કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપુર છે. આનાથી ડિપ્રેશન, ઘભરાહટ અને થાક પણ દૂર થાય છે.


આ પણ વાંચો:- ક્યાંયથી પણ ઓક્સિજન નથી મળતુ, તો આ મશીનથી હવે ઘરે જાતે હવામાંથી ઓક્સિજન બનાવો


ગરમ મસાલા સાથે ઉકાળો
રસોડામાં હાજર ગરમ મસાલા તમારી ઇમ્યુનિટી (Immunity Booster Kadha) વધારી તમને જલદી હેલ્ધી કરી શકો છો. આ રોગથી પોતાને બચાવવા અને ઇમ્યુનિટિને સ્વસ્થ રાખવા જીરું, ધાણા અને વરિયાળીનો ઉકાળો પીવો. આ ઉકાળો દિવસમાં 2 વખત પી શકાય છે. આ લોહીને સાફ રાખશે અને ટેન્શન પણ દૂર થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube