Health Tips: આંખો નજીક ડાર્ક સર્કલ થઈ ગયા છે? તો આ સરળ ઉપાયથી સમસ્યા થશે દૂર
ત્વચાના રંગને સાફ કરવા માટે ટામેટા એક મહાન કુદરતી બ્લીચિંગ એજન્ટ છે. તેમાં હાજર વિટામિન-સી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી એજિંગ ગુણધર્મો આંખો હેઠળના ડાર્ક સર્કલને દૂર કરે છે અને લાઈકોપીન ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરે છે. જો તમે નીચેના ઉપાયને નિયમિતપણે 15 દિવસ સુધી કરો છો, તો તમે ડાર્ક સર્કલથી છૂટકારો મેળવી શકશો.
નવી દિલ્લીઃ જ્યારે આપણી આંખો પર તણાવ અને થાક વધે છે, ત્યારે આંખો નબળી થવા લાગે છે. જેથી આંખની કાળાશ પડી થાય છે. જેને ડાર્ક સર્કલ કહેવામાં આવે છે. આંખોની આસપાસની ત્વચા ખૂબ નાજુક હોય છે અને લોહીના પ્રવાહમાં સ્થિરતા અથવા ભેજની ખોટને લીધે આંખની નીચેની ત્વચા ખરાબ થઈ જાય છે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે લાલ ટમેટાંનો ઉપયોગ કરી શકો છો. તે તમારી આંખો હેઠળના ડાર્ક સર્કલોમાંથી છુટકારો અપાવશે.
નોકરી શોધતા યુવાનોને મળી શકે છે તગડા પગાર વાળી સરકારી નોકરી! આ રીતે કરો અરજી
ત્વચાના રંગને સાફ કરવા માટે ટામેટા એક મહાન કુદરતી બ્લીચિંગ એજન્ટ છે. તેમાં હાજર વિટામિન-સી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી એજિંગ ગુણધર્મો આંખો હેઠળના ડાર્ક સર્કલને દૂર કરે છે અને લાઈકોપીન ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરે છે. જો તમે નીચેના ઉપાયને નિયમિતપણે 15 દિવસ સુધી કરો છો, તો તમે ડાર્ક સર્કલથી છૂટકારો મેળવી શકશો.
1- ટમાટર અને બટાટા:
તમે બટાકા-ટામેટાનું શાક ખાધું હશે. પરંતુ ટામેટાં અને બટાટા એક સાથે તમારી આંખ નીચેના ડાર્ક સર્કલથી પણ છુટકારો આપાવે છે. આ માટે, એક ટમેટાની પેસ્ટ બનાવો અને બટાકાને મિશ્રણ કરો. હવે આ બંનેને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને આંખોની નીચે હાજર ડાર્ક સર્કલ પર લગાવ્યા પછી અડધો કલાક સૂકાયા બાદ ચહેરો ધોઈ લો
2- ટમાટર અને લીંબુ:
ટમેટાની જેમ લીંબુ પણ બ્લીચિંગ એજન્ટ છે. ટમેટા અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો અને ડાર્ક સર્કલ પર લગાવો. આંખો હેઠળના વિસ્તારને 15 મિનિટ સુધી હળવા હાથથી માલિશ કરો અને પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.
3- ટમાટર અને એલોવેરા:
ટામેટા ત્વચાના રંગને સાફ કરે છે અને એલોવેરા તેને હાઇડ્રેટ કરે છે. ટોમેટો જ્યુસ અને એલોવેરા જેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ડાર્ક સર્કલ પર લગાવો. 20 મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.
4- ટમાટર, કાકડી અને ફૂદીનો:
સૌ પ્રથમ, ટમેટાંની સાથે ફુદીનાના પાન અને કાકડીને ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને આંખોની નીચે લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. તે પછી પાણીથી ધોઈ લો.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.
બટાકા બગાડી શકે છે તમારી તબીયત, બટાકાથી થઈ શકે છે અનેક બીમારીઓ! રિસર્ચમાં થયો ઘટસ્ફોટ
Amitabh સાથે Rekha એ છુપાઈને કરી લીધાં હતાં લગ્ન? જાણો રેખાની માંગમાં સિંદૂર જોઈને કેમ રડી પડી જયા
Kavita Bhabhi ના ફોટા જોવામાં પતી જાય છે ડેટા પેક! 'ભાભી'ની જવાની જોવા ડોસાઓ પણ કરે છે ઉજાગરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube