Honey and lemon: આજકાલની જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે લોકો પાસે પોતાની કેર કરવા માટે પણ સમય નથી. સાથે જ લોકોનો સ્ક્રીન ટાઈમ પણ વધી રહ્યો છે જેના કારણે આંખની નીચે ડાર્ક સર્કલ થવા લાગે છે. આ ડાર્ક સર્કલને તમે સરળતાથી દુર કરી શકો છો. આંખના ડાર્ક સર્કલ દુર કરવા માટે મધ અને લીંબુ બેસ્ટ સાબિત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: વાળને ખરતા અટકાવવા હોય તો આ 5 વસ્તુઓ ખાવાનું કરી દો બંધ, 7 દિવસમાં દેખાશે રિઝલ્ટ


મધમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે અને લીંબુ વિટામીન સીથી ભરપુર હોય છે. તેમાં બ્લીચિંગ ગુણ પણ હોય છે. આ બંને વસ્તુઓનું મિશ્રણ ડાર્ક સર્કલને દુર કરે છે. ડાર્ક સર્કલ દુર કરવા માટે તમે લીંબુ અને મધને ત્રણ રીતે ઉપયોગમાં લઈ શકો છો. ચાલો તમને જણાવીએ આ 3 રીત કઈ કઈ છે. 


લીંબુ અને મધનું ફેસ માસ્ક બનાવવાની 3 રીતો


આ પણ વાંચો: Turmeric: ત્વચાની એલર્જી માટે મોંઘી દવાઓ લેવાની જરૂરી નથી, માત્ર હળદરથી મળી જશે રાહત


1. 1 ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને આંખની આસપાસ લગાડો અને 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. આ મિશ્રણ નિયમિત લગાડવાથી ત્વચાની રંગત સુધરે છે. 


2. 1 ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ અને 1 ચમચી કાકડીનો રસ મિક્સ કરો. આ મિશ્રણને આંખની આસપાસ લગાડો અને 15 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીથી તેને સાફ કરો. 


આ પણ વાંચો: Lizards: રસોડાની દિવાલ પર છાંટી દો આ મિશ્રણ, એક પણ ગરોળી ઘરમાં પર ફરતી જોવા નહીં મળે


3. 1 ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ અને 2 ટીપા બદામનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને આંખની આસપાસ હળવા હાથે લગાવો. ત્યારબાદ 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ત્વચાને સાફ કરો. આ મિશ્રણ નિયમિત લગાડવાથી ડાર્ક સર્કલ દુર થઈ જાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)