Darkness Around Lips: હોઠની આસપાસની ત્વચા જો કાળી થઈ જાય તો તેના કારણે પર્સનાલિટી પણ ખરાબ દેખાય છે. આવી સ્થિતિમાં લોકોની વચ્ચે જવાબમાં પણ શરમ સંકોચ અનુભવાય છે. હોઠની આસપાસની ત્વચા જો કાળી થઈ ગઈ હોય તો તેને નોર્મલ કરવી મુશ્કેલ નથી. તમે કેટલાક સરળ ઉપાય કરીને પણ હોઠની આસપાસની કાળી થયેલી ત્વચાને નોર્મલ કરી શકો છો. પરંતુ તેના પહેલા એ જાણવું જરૂરી છે કે હોઠની આસપાસની ત્વચા કાળી કયા કારણોસર થઈ જાય છે. તો ચાલો સૌથી પહેલા આ સમસ્યાના કારણો જાણીએ અને પછી જાણીએ તેનું સમાધાન. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોઠ આસપાસની ત્વચા કાળી થવાના કારણ


આ પણ વાંચો: આ 3 વિટામિનને ડાયટમાં સામેલ કરશો તો વાળ ખરતા બંધ થઈ જશે, ટ્રાય કરી જુઓ એકવાર


- માસિક ધર્મ કે ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ફેરફારના કારણે સ્કીન કાળી પડવા લાગે છે. 


- દવા કે ટ્રીટમેન્ટના પ્રભાવના કારણે પણ હોઠ આસપાસની ત્વચા કાળી પડી શકે છે. 


- ત્વચાનું મેલેનીન અચાનક વધી જાય તો પણ ત્વચા કાળી પડવા લાગે છે. 


આ પણ વાંચો: આ ટ્રિક ફોલો કરશો તો ઘરે બજાર જેવું જ ઘટ્ટ દહીં જામશે, દહીંમાંથી પાણી પણ નહીં છુટે


- અપર લીપ્સના વાળ દૂર કરવાની ખોટી રીતોના કારણે પણ હોઠ આસપાસની ત્વચા કાળી પડવા લાગે છે. 


હોઠની ત્વચાને સુધારવાના ઉપાય 


1. જો હોઠ અને હોઠની આસપાસની ત્વચા કાળી પડવા લાગી હોય તો મધનો ઉપયોગ ફાયદાકારક સાબિત થશે. નિયમિત રીતે પ્રભાવિત ત્વચા પર મધ લગાવો અને 15 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. 


આ પણ વાંચો: બટેટાના રસની સામે બ્રાન્ડેડ સીરમ પણ ફેલ, આ રીતે યુઝ કરી ત્વચાની ડાર્કનેસ કરો દુર


2. લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ કરવાથી પણ હોઠ અને હોઠની ત્વચાની કાળાશ દૂર કરી શકાય છે. લીંબુનો રસ ત્વચા પર લગાડી 15 થી 20 મિનિટ પછી પાણીથી સાફ કરો. 


3. બટેટાનો રસ લગાડવાથી પણ હોઠની આસપાસની કાળી પડેલી ત્વચા નોર્મલ થઈ જાય છે. બટેટામાં બ્લીચીંગ ગુણ હોય છે તેનો રસ કાઢીને હોઠની આસપાસ લગાડશો તો થોડા જ દિવસમાં ત્વચા નોર્મલ થઇ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)