Hair Fall: આ 3 વિટામિનને ડાયટમાં સામેલ કરશો તો વાળ ખરતા બંધ થઈ જશે, ટ્રાય કરી જુઓ એકવાર

Hair Fall: લાઈફસ્ટાઈલ, પોષણનો અભાવ અને પ્રદૂષણના કારણે દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કેટલાક લોકોના વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય છે. તેથી આજે તમને એવા વિટામિન વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરવાથી હેરફોલની સમસ્યાને દુર કરી શકાય છે. 

Hair Fall: આ 3 વિટામિનને ડાયટમાં સામેલ કરશો તો વાળ ખરતા બંધ થઈ જશે, ટ્રાય કરી જુઓ એકવાર

Hair Fall: અલગ અલગ પ્રકારના વિટામિન આપણા શરીરમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન યોગ્ય માત્રામાં જરૂરી વિટામિનનું સેવન કરવું જોઈએ. જ્યારે શરીરને આ વિટામિન મળતા નથી તો અલગ અલગ સમસ્યા થવા લાગે છે. વિટામીનની ખામીના કારણે સૌથી ગંભીર સમસ્યા જે સર્જાય છે તે છે ખરતા વાળ. આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિને ખરતા વાળની ફરિયાદ હોય છે. 

ખરતા વાળને કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ કે ઉપાય વિના અટકાવવા હોય અને વાળનો ગ્રોથ વધારવો હોય તો કેટલાક વિટામીન ડાયટમાં સામેલ કરવાનું શરૂ કરી દો. આજે તમને એવા વિટામિન વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરશો તો કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના પણ વાળ ખરતા અટકી જશે. આ વિટામિન્સ એવા છે જે વાળ માટે ખૂબ જ જરૂરી હોય છે તે વાળને ખરતા અટકાવે છે અને વાળનો ગ્રોથ પણ ઝડપથી વધારે છે. 

વાળ માટે જરૂરી વિટામીન 

વિટામીન એ 

વિટામીન એ સ્કેલ્પ પર તેલના ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે. તેનાથી વાળને જરૂરી મોઈશ્ચર મળે છે અને વાળ સ્વસ્થ રહે છે. વિટામીન એ વાળના સ્વાસ્થ્યને સુધારે છે. વિટામીન એ તમને ગાજર, શક્કરીયા, પાલક, કેળા, ઈંડા, દૂધ અને દહીંમાંથી મળી શકે છે. 

વિટામીન બી 

વિટામીન બી વિશેષ રીતે બાયોટીન છે જે વાળની સંરચનાને મજબૂત કરે છે. વાળના ગ્રોથ માટે પણ બાયોટીન જરૂરી છે. જે લોકોને વાળ લાંબા કરવાનો શોખ હોય તેમણે આ વિટામિનને ડાયટમાં સામેલ કરવું જોઈએ. બાયોટીન નટ્સ, ઈંડા, અલગ અલગ પ્રકારના બી, માછલી, એવોકાડો અને આખા અનાજમાંથી મળે છે. 

વિટામીન ડી 

એ વાત તો તમે પણ જાણતા હશો કે સૂર્યનો તડકો લેવાથી વિટામિન ડી મળે છે. વિટામિન ડી શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન ડી વાળના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે કારણ કે તે વાળના રોમછિદ્રોને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. તેનાથી નવા વાળનો ગ્રોથ થાય છે. વિટામિન ડી સૂર્યના તડકાથી, ફેટી ફિશથી, મશરૂમથી અને ફોર્ટિફાઈડ દૂધથી મળી શકે છે. 

વિટામિન ઈ અને બી12 

વિટામીન ઈ વાળના વિકાસને પ્રોત્સાહિત કરે છે અને તે સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણ પણ સુધારે છે. વિટામીન ઈ નટ્સ, બીજ, પાલક, સુરજમુખીના બીથી સૌથી વધુ મળે છે. વિટામીન b12 વાળના રોમછિદ્રોને પોષણ આપે છે અને વાળનો વિકાસ થાય તેમાં મદદ કરે છે. વિટામીન b12 મીટ, માછલી, ડેરી પ્રોડક્ટ અને ઈંડામાંથી સૌથી વધુ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news