Dark Neck: દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. ચહેરાને ચમકાવવા માટે લોકો ઘણી મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ ચહેરાને સુંદર બનાવવાની પાછળ તેઓ ગરદનને ચમકાવવાનું ભૂલી જાય છે. જેના કારણે ચહેરો અને ગરદન ખૂબ જ અલગ દેખાય છે. ધીરેધીરે ગરદન પર કાળાશ જામી જાય છે. આજે તમને જણાવીએ કે તમે કેવી રીતે ઘરગથ્થુ ઉપાયો કરીને તમે ગરદન પર જામેલી કાળાશને દૂર કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીંબુ અને મીઠું


ગરદન પરની કાળાશ દુર કરવા માટે ઘણા લોકો મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ આ કાળાશને સાફ કરવા માટે તમે ગરદન પર લીંબુ અને મીઠું લગાવી શકો છો. તેનાથી તમારી ગરદન પરની કાળાશ સંપૂર્ણપણે સાફ થઈ જાય છે.


આ પણ વાંચો: ડાર્ક સર્કલથી કાયમી મુક્તિ અપાવશે આ હોમમેડ માસ્ક, 7 દિવસમાં સ્કીનની ડાર્કનેસ થશે દુર


ખાવાનો સોડા


બેકિંગ સોડા ગંદી ત્વચાને સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. બેકિંગ સોડાની પેસ્ટ બનાવીને ગરદન પર લગાવી શકો છો. તેનાથી ગરદન પરના ડાઘ-ધબ્બા દુર થાય છે. 


બટેટાની પેસ્ટ


તમે તમારી કાળી ગરદન પર બટેટાની પેસ્ટ લગાવી શકો છો. બટેટાની પેસ્ટ બનાવીને ગરદન પર લગાવો. તમને 1 અઠવાડિયામાં જ તેની અસર જોવા મળશે. ત્વચાને ચમકદાર અને ગોરી કરવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે.


આ પણ વાંચો: Weight Loss: આ છે પેટ, કમર અને સાથળની ચરબી ઉતારવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય


ચણાનો લોટ


ચણાનો લોટ તમારી કાળી પડી ગયેલી ગરદનને સાફ કરવા માટે તમે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. ચણાનો લોટ ક્લીનઝર તરીકે ઉપયોગી થાય છે. 


ટમેટાનો રસ


જો તમે ડાર્ક ગરદન અને કોણીઓ પર ટમેટાનો રસ લગાડશો તો તમને ત્વચાના રંગમાં ઘણો સુધારો જોવા મળશે. તમે તેને રાત્રે સૂતા પહેલા અને સવારે લગાવી શકો છો.


આ પણ વાંચો: Hair Growth Tips:ટકલામાં પણ વાળ ઉગાડી શકે છે અસેરિયો, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)