Hair Growth Tips:ટકલામાં પણ વાળ ઉગાડી શકે છે અસેરિયો, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ
Hair Growth Tips: દેખાવમાં નાનકડા લાગતા આ બી પોષક તત્વોનો ખજાનો છે. વર્ષોથી આ બીનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો તેના વિશે જાણે છે. કેટલાક સંશોધનોમાં પણ એ વાત સાબિત થઈ છે કે અલિવ સીડ્સ એટલે કે હલીમ બી વાળની હેલ્થ સુધારે છે.
Trending Photos
Hair Growth Tips: કુદરતે આપણને કેટલાક એવા સુપર ફૂડ આપ્યા છે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. આવા જ સુપર ફૂડમાંથી એક છે હલીમ કે અલિવના બીજ. જેને ગુજરાતીમાં અસેરિયો પણ કહેવામાં આવે છે. અસેરિયાના નાના નાના દાણા વાળનો ગ્રોથ ઝડપથી વધારે છે અને સાથે જ શરીરને ઘણા બધા ફાયદા કરે છે. જો તમે વજન ઘટાડવા માંગો છો તો પણ આ બી તમારી મદદ કરી શકે છે. ખાસ તો ખરતાં વાળની સમસ્યા દુર કરી નવા વાળ ઉગાડવામાં અસેરિયાના બી સૌથી વધુ અસરકારક છે.
દેખાવમાં નાનકડા લાગતા આ બી પોષક તત્વોનો ખજાનો છે. વર્ષોથી આ બીનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો તેના વિશે જાણે છે. કેટલાક સંશોધનોમાં પણ એ વાત સાબિત થઈ છે કે અલિવ સીડ્સ એટલે કે હલીમ બી વાળની હેલ્થ સુધારે છે. તેનાથી વાળને પોષણ મળે છે અને વાળનો ગ્રોથ વધે છે. આ બી એન્ટિઓક્સિડન્ટ અને જરૂરી ફેટથી ભરપૂર હોય છે જે વાળનો ગ્રોથ વધારે છે અને વાળની ક્વોલિટી સુધારે છે. આ બી કેલ્શિયમ, વિટામિન ઈ, પ્રોટીન, ફોલિક એસિડ જેવા પોષક તત્વોનો સારો એવો સોર્સ છે.
ડાયટરી ફાઇબરથી ભરપૂર આ બીનું સેવન કરવાથી વજન પણ ઝડપથી ઘટે છે સાથે જ કબજિયાત, ગેસ અને પાચન સંબંધિત સમસ્યાને પણ દૂર કરે છે. અસેરિયા થોડા દિવસ સુધી નિયમિત લેવાથી તમને તમારા શરીરમાં ફેરફાર જોવા મળશે. આ બીને અઠવાડિયામાં ત્રણ વખત જ લેવાના હોય છે. તેનું સેવન કરવા માટે અડધી ચમચી અસેરિયાથી શરૂઆત કરવી.
અડધી ચમચી અસેરિયાબીને દૂધમાં, પાણીમાં, સ્મુધીમાં ઉમેરીને તેનું સેવન કરવાનું રાખો. જો તમે વજન ઘટાડવા માંગો છો તો જમ્યાની 15 મિનિટ પહેલા આ બીને પાણીમાં ઉમેરી તેનું સેવન કરો. આ બીને તમે લીંબુ પાણી સાથે પણ લઈ શકો છો અને સલાડમાં ઉમેરીને પણ ખાઈ શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે