Lentils: મગથી લઈ મસૂર સુધીની દરેક દાળના ગુણ અલગ, જાણો તમારા માટે કઈ દાળ છે ફાયદાકારક ?

Lentils Benefits: દરેક દાળની તાસીર, ગુણ અને લાભ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ઘરમાં મસૂર, મગ, ચણા, તુવેરની દાળ વપરાતી હોય છે. આ દાળમાંથી તમારા માટે કઈ દાળ લાભકારી છે ચાલો તમને જણાવીએ.
Lentils Benefits: દાળ ભારતીય રસોઈનો મહત્વનો ભાગ છે. દરેક ઘરમાં રોજ અલગ અલગ પ્રકારની દાળ બને છે. અલગ અલગ પ્રકારની દાળના ફાયદા પણ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ઘરમાં મગ, મસૂર, ચણા, તુવેર અને અડદની દાળનો ઉપયોગ થાય છે. આ બધી જ દાળમાં અનેક પ્રકારના સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે. દરેક વ્યક્તિ જો પોતાની તાસીર અનુસાર દાળનું સેવન કરે તો તે શરીર માટે લાભકારી સાબિત થાય છે.
આ પણ વાંચો: Red Chutney: દાઢે વળગી જાશે તલની લાલ ચટણીનો ચટાકેદાર સ્વાદ, ટ્રેન્ડિંગ છે આ રેસિપી
રોજિંદા આહારમાં રોજ અલગ અલગ પ્રકારની દાળનો સમાવેશ થાય તે પ્રયત્ન કરવો જોઈએ. દાળમાં પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. દાળ ત્વચા અને વાળના સૌંદર્યને પણ જાળવી રાખવામાં મદદ કરે છે.
મગની દાળ
મગની દાળ પચવામાં સૌથી હળવી હોય છે. તે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચનતંત્ર માટે સારી છે. મગની દાળને ડીટોક્ષ ફૂડ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. મગની દાળ વજન ઘટાડવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓને સૌથી વધુ ફાયદો કરે છે.
આ પણ વાંચો: ટેસડો પડી જાય એવી ચા બનાવવી હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો, એકવાર ચા પીનાર વારંવાર માંગશે
મસુર દાળ
મસૂરની દાળ એ લોકો માટે ફાયદાકારક છે જેમના શરીરમાં રક્તની ઉણપ હોય. કારણ કે તે આયરન અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે. તેમાં રહેલું પ્રોટીન સ્નાયુ માટે ફાયદાકારક છે. આ દાળ સ્કીન હેલ્થ પણ સુધારે છે.
ચણાની દાળ
ચણાની દાળ એનર્જીનો સૌથી સારો સ્ત્રોત છે. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ચણાની દાળ પેટને કલાકો સુધી ભરેલું રાખે છે જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી. ચણાની દાળ હાર્ટના સ્વાસ્થ્ય માટે સૌથી સારી ગણાય છે
આ પણ વાંચો: Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ
તુવેર દાળ
તુવેર દાળનો ઉપયોગ ભારતમાં સૌથી વધુ થાય છે. તુવેર દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, પોટેશિયમ અને ફાઇબર હોય છે. તે હાડકાને મજબૂત બનાવે છે અને શરીરમાં એનર્જી જાળવી રાખે છે.
અડદની દાળ
અડદની દાળ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તે હાડકાને મજબૂત બનાવે છે અને મસલ્સના ગ્રોથમાં મદદ કરે છે. અડદની દાળ વધતી ઉંમરમાં નિયમિત ખાવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)