Kitchen Cleaning:રસોડામાં ભોજન બનાવતી વખતે તેલ, મસાલા પ્લેટફોર્મ ઉપરની ટાઇલ્સ પર ઉડતા હોય છે. રોજ સફાઈ થતી હોય તેમ છતાં આ ટાઇલ્સ પર ધીરેધીરે ગંદકી જામતી જાય છે. ટાઇલ્સ તેલના કારણે ચીકાશવાળી થઈ ગઈ હોય છે તેને સાફ કરવી સરળ નથી હોતી. ઘણી વખત બ્રશ વડે સાફ કર્યા પછી પણ ટાઇલ્સ સારી રીતે સાફ થતી નથી. જો તમને પણ આ સમસ્યા સતાવતી હોય તો આજે તમને રસોડાની ચીકણી ટાઇલ્સના ચમકાવવાની સરળ ટીપ્સ જણાવી દઈએ. આ વસ્તુઓની મદદથી તમે તેલ, ઘીના કારણે ચીકણી થયેલી ટાઇલ્સની સફાઈ ફટાફટ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસોડાની ગંદી ટાઇલ્સ સાફ કરવાની ટીપ્સ 


આ પણ વાંચો: Pure Ghee: ઘરમાં આવતું ઘી શુદ્ધ છે કે ચરબીવાળું ? આ 5 સરળ ટ્રિકથી ચકાસો ઘીની શુદ્ધતા


લીંબુ અને બ્લિચ 


રસોડાની ગંદી ટાઇલ્સ અને ફ્લોરને ચમકાવવા માટે અને ચીકાશ દૂર કરવા માટે બ્લીચ અને લીંબુનો ઉપયોગ કરી શકાય છે. એક બાઉલમાં ચારથી પાંચ ચમચી બ્લીચ લઈ તેમાં સમાન માત્રામાં લીંબુનો રસ મિક્સ કરો. હવે જુના કપડાની મદદથી આ મિશ્રણને ટાઇલ્સ પર લગાવો. પાંચ મિનિટ તેને રહેવા દો અને પછી ટાઈલ્સને સાફ કરશો તો ટાઇલ્સ સરસ રીતે સાફ થઈ જશે. 


આ પણ વાંચો:  ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય


લીંબુ અને બેકિંગ સોડા 


લીંબુ સાથે બેકિંગ સોડા મિક્સ કરીને પણ રસોડાની સફાઈ કરી શકાય છે. આ બંને વસ્તુનું મિશ્રણ પણ ગંદી ટાઈલ્સને ચમકાવે છે. તેનાથી બધી જ ચિકાશ પાંચ મિનિટમાં દૂર થઈ જશે. આ મિશ્રણ તૈયાર કરવા માટે ગરમ પાણીમાં બેકિંગ સોડા અને લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને રસોડાની ગંદી થયેલી ટાઇલ્સ પર છાંટી દો. પાંચ મિનિટ પછી કોરા કપડાથી ટાઇલ્સ સાફ કરશો એટલે બધી જ ગંદકી અને ચિકાસ નીકળવા લાગશે. 


આ પણ વાંચો: Lizards: રસોડાની દિવાલ પર છાંટી દો આ મિશ્રણ, એક પણ ગરોળી ઘરમાં પર ફરતી જોવા નહીં મળે


લીંબુ અને ગરમ પાણી 


રસોડાની સફાઈ કરવાની હોય ત્યારે સાદુ પાણી વાપરવાને બદલે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. રસોડામાં ચીકાશ વધારે હોય છે જેને સાફ કરવા માટે ગરમ પાણી ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને પ્લેટફોર્મ અને ટાઇલ્સને સાફ કરવા માટે હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી તેનો ઉપયોગ કરો. તેનાથી સફાઈ ઝડપથી થઈ જશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)