Pure Ghee: ઘરમાં આવતું ઘી શુદ્ધ છે કે ચરબીવાળું ? આ 5 સરળ ટ્રિકથી ચકાસો ઘીની શુદ્ધતા
Pure Ghee: રોજની રસોઈમાં ઘીનો ઉપયોગ થાય છે. તાજેતરમાં તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ થયો તે જોઈને લાગે છે માર્કેટમાં હવે શુદ્ધ ઘી મળવું મુશ્કેલ થઈ ગયું છે. ઘીમાં અલગ અલગ વસ્તુઓ ઉમેરીને ભેળસેળ કરવામાં આવે છે. સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ચરબીનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. તેથી જરૂરી છે કે ઘી શુદ્ધ છે કે નહીં તે જાણીને જ તેનો ઉપયોગ કરવામાં આવે. આજે તમને 5 સરળ રીત જણાવીએ જેની મદદથી તમે ઘરે જ જાણી શકો છો કે ઘી શુદ્ધ છે કે નહીં.
હથેળીમાં ઘી
એક ચમચી ઘી હથેળી પર રાખો. જો હાથની ગરમીથી ઘી થોડી જ સેકન્ડમાં ઓગળવા લાગે તો સમજી લેવું કે શુદ્ધ છે. શુદ્ધ ઘી શરીરની ગરમીથી પણ ઓગળવા લાગે છે. નકલી ઘી વધારે ગરમીમાં જ ઓગળે છે.
આયોડિન ટેસ્ટ
અડધી ચમચી ઘીમાં થોડા ટીપા આયોડિનના ઉમેરો. જો ઘીનો રંગ બ્લુ કે કાળો થઈ જાય તો તેમાં સ્ટાર્ચ ઉમેરેલું હશે. મોટાભાગે ઘીમાં સ્ટાર્ચ ઉમેરીને ભેળસેળ કરવામાં આવે છે.
ફ્રીઝ ટેસ્ટ
એક વાટકીમાં ઘી કાઢી તેને 30 મિનિટ સુધી ફ્રિજમાં રાખો. જો ઘીમાં અલગ અલગ લેયર બને તો તેમાં મીલાવટ કરેલી હશે. શુદ્ધ ઘી એક સમાન કઠોર રીતે જામે છે.
ઓગાળીને તપાસો
એક ચમચી ઘીને કોઈ વાસણમાં કાઢીને ગરમ કરો. ઘી તુરંત ઓગળી જશે અને સોનેરી રંગનું દેખાવા લાગશે. જો ઘીનો રંગ સોનેરી હોય તો તે શુદ્ધ હશે. નકલી ઘી ઓગળે ત્યારે તે સફેદ દેખાશે અને ચીકણા અવશેષ પણ બનશે.
સુગંધ
શુદ્ધ ઘીની ખાસ પ્રકારની સુગંધ હોય છે. શુદ્ધ ઘીની સુગંધ તીવ્ર અને તાજગી ભરી હોય છે. તમે થોડું ઘી આંગળીમાં લઈને તેને સૂંઘીને ચેક કરી શકો છો. પરંતુ જો ઘીમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હશે તો તેમાંથી સુગંધ નહીં આવે.
Trending Photos