Health Tips: આમ તો દરેક ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે પરંતુ શિયાળા દરમિયાન સ્વાસ્થ્યને લઈને વિશેષ કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને જો ખાવા પીવાની કેટલીક બાબતોને લઈને તમે ધ્યાન ન રાખો તો શિયાળો ભારે પણ પડી શકે છે. શિયાળો શરૂ થાય એટલે લોકો શરીરને ગરમી મળે તેવી વસ્તુઓ ખાતા હોય છે. જે વસ્તુની તાસીર ગરમ હોય તેને ખાવાથી શિયાળામાં લાભ થાય છે. પરંતુ એવી કેટલીક વસ્તુઓ પણ છે જેને શિયાળામાં ખાવાથી બચવું જોઈએ. આજે તમને એવી પાંચ વસ્તુ વિશે જણાવીએ જેને શિયાળામાં ખાવાનું બંધ નહીં કરો તો સૌથી પહેલા તો તમારું વજન ઝડપથી વધવા લાગશે અને સાથે જ શરીરને અન્ય નુકસાન પણ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Ahmedabad Ni Gufa: એક દિવસની પિકનિક માટે બેસ્ટ ઓપ્શન છે અમદાવાદની ગુફા


મીઠાઈ


મીઠાઈ નાના મોટા સૌ કોઈને ભાવે છે પરંતુ શિયાળામાં વધારે પ્રમાણમાં મીઠાઈ ખાવાથી વજન ઝડપથી વધવા લાગે છે. જો તમે વજન કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરો છો તો શિયાળામાં મીઠાઈ ખાવાનું ટાળવું.


પ્રોસેસ્ડ ફૂડ


શિયાળામાં જો તમે પ્રોસેસ્ડ ફૂડનું સેવન વધારે પ્રમાણમાં કરો છો તો સ્વાસ્થ્ય અને નુકસાન થાય છે. શિયાળાની ઋતુમાં પ્રોસેસ્ડ ફૂડ ખાવાને બદલે હંમેશા તાજું ભોજન જ કરવું જોઈએ તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.


આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવો આમાંથી કોઈ એક વસ્તુઓ, સવાર સુધી ખીલી જશે ચહેરો


ડેરી પ્રોડક્ટ


ડેરી પ્રોડક્ટ ખાવાથી શરીરને ફાયદો થાય છે. પરંતુ શિયાળામાં ડેરી પ્રોડક્ટનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. જો ઠંડીની ઋતુમાં તમે ડેરી પ્રોડક્ટનું વધારે ઉપયોગ કરશો તો શરદી ઉધરસ જેવી સમસ્યા સહિત વજન પણ ઝડપથી વધવા લાગશે. 


તળેલું ભોજન


કડકડતી ઠંડીમાં ગરમા ગરમ તળેલા ફરસાણ ખાવાની ઈચ્છા વારંવાર થાય છે. પરંતુ જો ઠંડીમાં તમે તળેલી વસ્તુઓ વધારે ખાશો તો શરીરમાં અનહેલ્ધી ફેટ ઝડપથી વધવા લાગશે અને તેના પરિણામે શિયાળો પુરો થતાં સુધીમાં તમારી કમર કમરો થઈ ગઈ હશે.


આ પણ વાંચો: મધના આ 3 ફેસ પેક શિયાળામાં પણ જાળવી રાખશે ત્વચાની સુંદરતા, મળશે ઇન્સ્ટન્ટ ગ્લો


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)