Fruits In Fridge: મોટાભાગના ઘરોમાં વીકઓફ હોય ત્યારે એકસાથે ફળ અને શાકભાજીની ખરીદી થઈ જાય છે અને પછી ઘરે બધી વસ્તુઓને સાફ કરી અને ફ્રીજમાં રાખી દેવામાં આવે છે. જેથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે અને તેનો ઉપયોગ પણ કરી શકાય. આજના વ્યસ્ત જીવનમાં લોકો માટે ફ્રીજ ખૂબ જ ઉપયોગી સાબિત છે. જો કે બધી જ વસ્તુઓ એવી હોતી નથી કે તેને ફ્રીજમાં રાખી શકાય. કેટલીક વસ્તુઓ ખાસ કરીને ફળ એવા હોય છે જેને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ. કારણ કે તેને ફ્રીજમાં સ્ટોર કરવાથી ફળમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. તો ચાલો તમને જણાવીએ કયા એવા ફળ છે જેને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફળને ન રાખો ફ્રીજમાં 


આ પણ વાંચો:


સફેદ વાળ નેચરલી થવા લાગશે કાળા, તલના તેલમાં આ વસ્તુ ઉમેરી રાત્રે લગાડો વાળમાં


Nail Paint Hacks: ઘરમાં ન હોય રિમૂવર ન હોય તો આ દેશી જુગાડ કરીને દુર કરો નેલ પેન્ટ


Weight Loss: પેટની ચરબી ઓગાળી દેશે આ નાના દાણા, 3 રીતે કરી શકો છો ઉપયોગ
 
કેળા
કેળાને હંમેશા રૂમ ટેમ્પરેચર પર જ રાખવા જોઈએ. તેને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો તે કાળા થવા લાગે છે અને ઝડપથી બગડી જાય છે. કેળામાંથી ઇથિલિન ગેસ નીકળે છે જેના કારણે તેની સાથે રાખેલા અન્ય ફળો પણ ઝડપથી પાકે છે.


સફરજન
સફરજન ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. જો તમે સફરજનને ફ્રીજમાં રાખશો તો તેના પોષક તત્વો નષ્ટ થઈ જશે. જો તેને રેફ્રિજરેટરમાં રાખવા જરૂરી હોય તો પછી સફરજનને કાગળમાં લપેટીને રાખો.


તરબૂચ
તરબૂચમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેથી તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ઘણા લોકો તેને ફ્રિજમાં રાખીને ઠંડુ કરીને ખાય છે. પરંતુ આમ કરવાથી આ ફળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વોનો નાશ થઈ શકે છે.


આ પણ વાંચો:


ચહેરાની ડેડ સ્કીન દુર કરવા આ રીતે કરો લીંબુ-મીઠાનો ઉપયોગ, 10 મિનિટમાં દેખાશે ગ્લો


Belly Fat: શરીરની ચરબીને બરફની જેમ ઓગાળે છે આ આયુર્વેદિક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત


લીચી
લીચી પણ એક એવું ફળ છે જેને લાંબા સમય સુધી ફ્રિજમાં રાખવામાં આવે તો તે અંદરથી સડવા લાગે છે અને તેના પોષક તત્ત્વો નષ્ટ થવા લાગે છે. લીચીને ફ્રેશ હોય ત્યારે જ ખાઈ લેવી જોઈએ.


કેરી
કેરી ઉનાળાની ઋતુનું ફળ છે. પરંતુ ઘણા લોકો સીઝન દરમિયાન કેરી ખાવા ઉપરાંત સીઝન પછી પણ તેને સ્ટોર કરીને ખાવાનું પસંદ કરે છે. જો તમે કેરીને ફ્રીજમાં સ્ટોર કરો છો તો તેનાથી તેના સ્વાદમાં ફરક પડી જાય છે અને સાથે જ તેના પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ ઓછા થઈ જાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)