Weight Loss: પેટની ચરબી ઓગાળી દેશે આ નાના દાણા, 3 રીતે કરી શકો છો ઉપયોગ

Weight Loss: પેટ અને કમરની આસપાસ વધેલી ચરબીથી તમે પરેશાન છો તો ખસખસ તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે કારણ કે તેમાં રહેલા પોષક તત્વો તમારા વજનને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે. વેઈટ લોસ જર્નીમાં તમે ખસખસનો ત્રણ રીતે ઉપયોગ કરી શકો છો.

Weight Loss: પેટની ચરબી ઓગાળી દેશે આ નાના દાણા, 3 રીતે કરી શકો છો ઉપયોગ

Weight Loss: ઘણા લોકો એવા હોય છે જે પોતાના વધતા વજનથી પરેશાન હોય છે. અનેક પ્રયત્ન કરવા છતાં તેઓ પેટની ચરબી ઉતારી શકતા નથી. પેટ અને કમરની ચરબી ઉતારવી હોય તો નિયમિત વર્કઆઉટની સાથે જરૂરી છે કે તમે એવી વસ્તુઓનું સેવન કરો જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય. આમ તો વજન ઘટાડવા માટે મદદરૂપ અનેક વસ્તુઓ છે પરંતુ ઝડપથી અસર કરતી વસ્તુ ખસખસ છે.

ખસખને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે તેમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી, એન્ટી ફંગલ અને એન્ટી બેકટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે. સાથે જ તે ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન અને કેલ્શિયમનો પણ રીચ સોર્સ છે. વજન ઘટાડવા માટે ખસખસનો તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો.

વજન ઘટાડવા માટે આ રીતે કરો ખસખસનો ઉપયોગ

આ પણ વાંચો:

પેટ અને કમરની આસપાસ વધેલી ચરબીથી તમે પરેશાન છો તો ખસખસ તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે કારણ કે તેમાં રહેલા પોષક તત્વો તમારા વજનને ઝડપથી ઘટાડવામાં મદદ કરશે. વેઈટ લોસ જર્નીમાં તમે ખસખસનો ત્રણ રીતે ઉપયોગ કરી શકો છો.

1. ખસખસના બી ફાઇબરથી ભરપૂર હોય છે તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે જો તમે ડેઇલી ડાયેટમાં તેનો સમાવેશ કરવા ઈચ્છો છો તો ભોજનમાં ખસખસને ગાર્નિશ તરીકે ઉપયોગમાં લઈ શકો છો.

2. તમે બજારમાંથી ખસખસનું સીરપ ખરીદીને તેને દૂધ સાથે ઉમેરીને પણ પી શકો છો આ સીરપ પીવાથી કલાકો સુધી ભૂખ નહીં લાગે અને તમે વજનને ઝડપથી કંટ્રોલ કરી શકો છો. 

3. ખસખસને દૂધને સાથે લેવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે તેનું સેવન કરવાથી મસલ્સ અને હાડકા મજબૂત થાય છે. તેના માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ખસખસ ઉમેરી તેને ઉકાળી લો. જ્યારે દૂધ હુંફાળું ગરમ હોય ત્યારે તેનું સેવન કરો. આ દૂધ સવારે નાસ્તામાં પીશો તો તમે ઓવરઈટિંગ કરવાથી બચી જશો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news