How to Surprise Your Partner: પાર્ટનરને સરપ્રાઈઝ આપવી બધાને ગમે છે. જો તમે તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપી રહ્યા છો તો તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવું જોઇએ. જેથી પાર્ટનરને તમારી સરપ્રાઈઝ સારી લાગે અને તમે તેને ખુશ કરી શકો. એવામાં અમે તમને જણાવીશું કે પાર્ટનરને સરપ્રાઈઝ આપતા સમયે તમારે કઈ ભુલો કરવી જોઇએ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટનરને સરપ્રાઈઝ આપતા સમયે ના કરો આ ભુલ
તમારી પસંદને પ્રાથમિકતા ન આપો
પાર્ટનરને સરપ્રાઈઝ આપતા સમયે લોકો ઘણી વખત ભુલ કરે છે કે તેઓ તેમની પસંદની વસ્તુ પાર્ટનરને ભેટમાં આપે છે. પરંતુ એવું જરૂરી નથી કે જે વસ્તુ તમને પસંદ આવી છે તે તમારા પાર્ટનરને પણ પસંદ આવે. તેની જગ્યાએ તમારે તમારા પાર્ટનરને એવી ભેટ આપવી જોઇએ જે તમારા પાર્ટનરને ગમતી હોય.


નાની ઉંમરમાં આવી ગયા સફેદ વાળ, તો આ હેર ઓઇલ દૂર કરશે તમારી સમસ્યા


મોંઘી ગિફ્ટ ના ખરીદો
એવું જરૂરી નથી કે તમારા પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માટે મોંઘી ગિફ્ટ આપવી જરૂરી છે. કેમ કે દરેકને મોંઘી ગિફ્ટ પસંદ આવે તે જરૂરી નથી. તમારે તમારા પાર્ટનરને કંઇક એવું આપવું જોઇએ જે તેના માટે ખાસ હોય અને તે વસ્તુ તેના કામમાં આવે. તમને જણાવી દઈએ કે, જો તમે ભેટમાં એવી વસ્તુ આપશો જે વ્યક્તિના કામમાં આવે તો તેને તે વધારે ગમે છે.


ભૂતાન ફરવા જતા પ્રવાસીઓને લાગશે મોટો ઝટકો, પહોંચતા જ સરકાર લઇ લેશે આટલાં રૂપિયા


ગિફ્ટને રિપીટ ન કરો
તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ગિફ્ટને રિપીટ ના કરો. જો તમે તમારા ગિફ્ટને રિપીટ કરશો તો તમારા પાર્ટનરનો ઇન્ટ્રેસ્ટ ગુમાવી દેશો અને સરપ્રાઈઝમાં તેમને કંઈપણ નવું લાગશે નહીં. તેથી તમે સરપ્રાઈઝ પ્લાન કરતા સમયે તમારા પાર્ટનરના મિત્રોની સલાહ લઈ શકો છો.


ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની મોટી કાર્યવાહી! જેણે પણ કરી છે આ પોસ્ટ તેનું એકાઉન્ટ થઈ જશે બેન


પાર્ટનરને સ્પેશિયલ ફીલ ન કરાવવું
જો તમે માત્ર સરપ્રાઈઝ પ્લાન કરશો તો પણ તમારું પાર્ટનરને તે ગમશે નહીં. તેથી તમારે સરપ્રાઈઝ પ્લાન કરતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે જે પણ સરપ્રાઈઝ તમે પાર્ટનર માટે પ્લાન કરી રહ્યા છો તેનાથી પાર્ટનરને સ્પેશિયલ ફીલ થાય. જો તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ નથી થાય તો તમારી સરપ્રાઈઝ ખરાબ થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube