ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની મોટી કાર્યવાહી! જેણે પણ કરી છે આ પોસ્ટ તેનું એકાઉન્ટ થઈ જશે બેન

Facebook And Instagram Post: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે મોટી કાર્યવાહી કરી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તે પોસ્ટને તરત હટાવવાનું શરૂ કરી દીધું છે જે મહિલાઓને ગર્ભપાતની ગોળીઓ ઓફર કરે છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની મોટી કાર્યવાહી! જેણે પણ કરી છે આ પોસ્ટ તેનું એકાઉન્ટ થઈ જશે બેન

Facebook And Instagram Post: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તે યુઝર્સની પોસ્ટ હટાવી રહ્યા છે જે ગર્ભપાતની ગોળી સુધી પહોંચવામાં મદદની ઓફર કરે છે. એમ કહીને તેઓ ફાર્માસ્યુટિકલ્સની આસપાસની નીતિનું ઉલ્લંઘન કરે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તે પોસ્ટને તરત હટાવવાનું શરૂ કરી દીધું છે જે મહિાઓને ગર્ભપાતની ગોળીઓ ઓફર કરે છે. સાથે તે યુઝર્સ પર અસ્થાયી રીતથી પ્રતિબંધ લગાવી રહ્યા છે.

પોસ્ટ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે Roe vs. Wade મામલે ગર્ભપાતને કાયદાકીય રીતે માન્યતા આપવાના 50 વર્ષ જૂના નિર્ણયને ઉથલાવી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે બંધારણ ગર્ભપાતનો અધિકાર આપતું નથી. અમેરિકાની સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે તે સોશિયલ મીડિયા પોસ્ટને હટાવવાનું શરૂ કરી દીધું છે, જે મહિલાઓને ગર્ભપાતની ગોળીઓ ઓફર કરે છે.

હટાવી રહ્યા છે આ પોસ્ટ
મધરબોર્ડના રિપોર્ટમાં કહેવામાં આવ્યું ચે કે આ પ્રકારની પોસ્ટ ફાર્માસ્યુટિકલ્સની આસપાસની નીતિનું ઉલ્લંઘન કરે છે. એક ફેસબુક યુઝર્સે તેની પોસ્ટમાં લખ્યું હતું, હું તમને ગર્ભપાતની ગોળીઓ મોકલાવીશ, માત્ર મને એક મેસેજ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આવી ઘણી પોસ્ટને હટાવી રહ્યા છે.

શું કહ્યું મેટાના પ્રવક્તાએ?
મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને સોમવારના ટ્વીટ કર્યું કે આવા કન્ટેન્ટની પરવાનગી નથી જે ફાર્માસ્યુટિકલ્સ ખરીદવા અને વેચવા, વેપાર કરવા, ભેટ આપવા, વિનંતી કરવા અથવા દાન આપવાનો પ્રયાસ કરે છે. સ્ટોનનું કહેવું છે કે પ્રિસ્ક્રિપ્શન દવાઓની અફોર્ડેબિલિટી અને એક્સેસબિલિટી વિશેની જાણકારી આપતી પોસ્ટની મંજૂરી છે અને કંપની ખોટા અમલીકરણના કિસ્સાઓ સુધારી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news