Beauty Tips: આપણામાંથી મોટાભાગના લોકો જ્યારે પણ ચહેરો સાફ કરે છે ત્યારે તેને કોરો કરવા માટે ટુવાલ અથવા તો નેપકિનનો ઉપયોગ કરે છે. આ વાતને લોકો સામાન્ય રીતે લે છે પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમારી ત્વચા ને ગંભીર નુકસાન પહોંચાડે છે ? જ્યારે આપણે ચહેરો વારંવાર ધોઈ અને ટુવાલ થી સાફ કરીએ છીએ તો તે ખરાબ થઈ જાય છે અને પછી ફરીથી તેનો ઉપયોગ કરવાથી ત્વચામાં ઇન્ફેક્શન થઈ જાય છે. આ સિવાય વારંવાર એક ને એક નેપકીન કે ટુવાલનો ઉપયોગ કરવાથી ત્વચાને અન્ય કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ખરતાં વાળના કારણે માથા પર પડવા લાગી હોય ટાલ તો ટ્રાય કરો આ ઘરગથ્થુ ઉપચાર
શું તમે જાણો છો સૂજી રવા અને ઈડલી રવા વચ્ચે શું છે તફાવત ?


ત્વચા પર પડે છે કરચલીઓ
ફેસ ધોયા પછી વારંવાર એક ને એક ટુવાલથી ચહેરો ઘસીને કોરો કરવાથી ચેહરાની ત્વચા ઢીલી પડવા લાગે છે અને ઉંમર પહેલા જ કરચલીઓ દેખાવાની શરૂઆત થઈ જાય છે. 


ખીલ થાય છે
ઘરમાં છે નેપકીન કે ટુવાલ સામાન્ય રીતે ઉપયોગમાં આવે છે તેને એક કે બે દિવસ સુધી ધોવામાં આવતો નથી. તેના કારણે તેમાં બેક્ટેરિયા અને કીટાણુ થવા લાગે છે. જો તમે આ નેપકીન નો ઉપયોગ ચહેરો સાફ કરવા માટે કરો છો તો આ બેક્ટેરિયા તમારી ત્વચામાં પ્રવેશ કરી જાય છે અને ખીલ જેવી સમસ્યા કરે છે.


ચહેરાને હાથથી સાફ કરો


આ પણ વાંચો:
Beauty Tips: ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લગાવશે દ્રાક્ષનો રસ, આ રીતે કરો ઉપયોગ
લીલી મેથીની સીઝન પુરી થાય તે પહેલા ઘરે બનાવી લો કસૂરી મેથી, આ રીતે બનાવી કરો સ્ટોર


જ્યારે પણ ચહેરો સાફ કરો ત્યારે તેને કોરો કરવા માટે રૂમાલ કે સોફ્ટ નેપકીન નો ઉપયોગ કરો. તે પણ સાફ હોય તે જરૂરી છે. આ સિવાય તમારી ત્વચા પર ગ્લો વધારવો હોય તો ચહેરો પાણીથી સાફ કરીને પછી હાથથી સાફ કરો.


કુદરતી મોઈશ્ચર ને થાય છે નુકસાન
આપણી ત્વચામાં કુદરતી મોઈશ્ચર હોય છે. જો તમે ચેહરાને સાફ કર્યા પછી ઘસી ઘસીને સાફ કરો છો તો ત્વચાની અંદર રહેલું પ્રાકૃતિક મોઈશ્ચર ખતમ થઈ જાય છે અને ચહેરો ડલ પડી જાય છે.