Stop white hair growth: ઘણા લોકોના વાળ સમય પહેલા એટલે કે ઉંમર પહેલા જ સફેદ થવા લાગે છે. કેટલાક લોકોને માથામાં ચાર પાંચ વાળ પણ સફેદ દેખાય તો તેને ખેંચીને કાઢી નાખે છે. જો તમે પણ આવા લોકોમાંથી જ એક છો જે સફેદ વાળને ખેંચીને તોડે છે તો તમારા માટે આવા જાણવી જરૂરી છે. સફેદ વાળને ખેંચીને કાઢવાથી અન્ય કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : Mirror Talk: આત્મવિશ્વાસ વધારવાનો બેસ્ટ રસ્તો છે મિરર ટોક ટેકનીક, વધી જશે કોન્ફિડન્સ


સફેદ વાળ તોડવાથી તે વધારે આવે છે તે વાત તો મીથક છે. પરંતુ સફેદ વાળ તોડીને કાઢવાથી તે વાળની આસપાસના વાળ ડેમેજ જરૂરથી થઈ શકે છે. કારણ કે વાળને ખેંચીને કાઢવાથી સ્કેલ્પને નુકસાન થાય છે. વારંવાર વાળને ખેંચીને તોડવાથી વાળના રોમને નુકસાન થાય છે તેનાથી વાળ ખરવાનું પ્રમાણ વધી શકે છે. સાથે જ માથાની ત્વચા પણ ડેમેજ થઈ જાય છે. નિષ્ણાંતો જણાવે છે કે જો તમારે નાની ઉંમરમાં વાળને સફેદ થતા અટકાવવા હોય તો આ ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. આ ત્રણ કારણ એવા છે જે વાળને ઉંમર પહેલાં સફેદ બનાવે છે. 


સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના ઉપાય


આ પણ વાંચો : ઝડપથી વજન વધારવા માટે દૂધમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને પીવો, એક અઠવાડિયામાં દેખાશે અસર


તડકાથી વાળનું રક્ષણ


વાળ સફેદ થવા લાગે તો તેને ખેંચીને કાઢવાને બદલે કે કલર કરવાને બદલે પ્રયત્ન કરો કે તમે તેને વધતા અટકાવી શકો. વાળને સફેદ થતાં અટકાવવા હોય તો સૌથી પહેલા સૂર્યના હાનિકારક કિરણોથી વાળનું રક્ષણ કરો. જે રીતે તડકો સ્કીનને પ્રભાવિત કરે છે તે રીતે વાળને પણ નુકસાન કરે છે. તેથી જ્યારે પણ તડકામાં બહાર નીકળો તો કેપ કે સ્કાર્ફથી વાળને કવર કરવા.


આ પણ વાંચો :ઘરમાં રહેલી આ વસ્તુઓથી ચહેરા પર મેળવો ઈન્સ્ટન્ટ ગ્લો, 24 કલાક ચહેરો દેખાશે ફ્રેશ


એન્ટિઓક્સિડન્ટ


વાળને ઉંમર પહેલા જ સફેદ થતાં અટકાવવા હોય તો દૈનિક આહારમાં પૂરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ યુક્ત ખાદ્ય પદાર્થો નો સમાવેશ કરો. આવા ખાદ્ય પદાર્થ સ્ટ્રેસના પ્રભાવને ઘટાડે છે જેના કારણે વાળ સફેદ થવાની પ્રક્રિયા પણ ધીમી પડે છે. આ સિવાય તાજા ફળ અને શાક પણ વધારે લેવા જોઈએ. 


આ પણ વાંચો : Skin Care: તડકાના કારણે કાળી પડેલી ત્વચા પર લગાડો આ 4 માંથી કોઈ એક વસ્તુ


ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી


સામાન્ય રીતે વાળ સફેદ થવાનું સૌથી મોટું કારણ હોય છે પોષક તત્વોનો અભાવ. વાળને સફેદ થતા અટકાવવા હોય તો એ સુનિશ્ચિત કરો કે તમારા બોડીમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય. જો શરીરમાં કોઈ વિટામીન કે મિનરલની ખામી છે તો તેની આ પૂર્તિ કરવાનો પ્રયત્ન કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)