Hair Fall: જ્યારે પણ વાળ ઓળો ત્યારે કાંસકામાં અને જમીન ઉપર વાળ જ વાળ જોવા મળે તો આ એક ગંભીર સમસ્યા હોઈ શકે છે. વાળમાં હાથ લગાવો અને હાથમાં વાળ આવી જાય આવી સ્થિતિ કોઈપણ વ્યક્તિ માટે ચિંતાની વાત હોય છે. વાળ ખરવા સામાન્ય બાબત છે પરંતુ હદ કરતાં વધારે વાળ ખરતા હોય તો તે ગંભીર સમસ્યા હોઈ શકે છે. વાળ ખરવા લાગે તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. જેમ કે કોઈ શેમ્પુ કે ડાયટ પ્લાનમાં ફેરફાર થાય ત્યારે પણ વાળ ખરે છે. પરંતુ જો નિયમિત રીતે તમારા વાળ વધારે પ્રમાણમાં કરતા હોય તો તેના માટે ચેકઅપ કરાવવું જરૂરી છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કમરને કમરો બનાવતી ચરબી ઉતારવી હોય ફટાફટ તો આ 3 સફેદ વસ્તુઓ ખાવાનું કરો બંધ


તમને પણ દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાની આદત છે ? તો આ બીમારી થાય તે પહેલા છોડી દો આદત


ડાયાબિટીસના દર્દી માટે ઘઉંના લોટની રોટલી છે ઝેર સમાન, ખાવી જોઈએ આ લોટની રોટલી
 


જ્યારે વાળની સંભાળ બરાબર રીતે રાખવામાં આવતી નથી અથવા તો હોર્મોન અસંતુલિત હોય છે ત્યારે પણ વાળ ખરવા લાગે છે. આમ વાળ ખરવા પાછળ ઘણા બધા કારણ હોય છે પરંતુ એ જાણવું જરૂરી છે કે વાળ ખરવા પાછળ કયું કારણ જવાબદાર છે. આ કારણ જાણવા માટે તમે ટેસ્ટ કરાવી શકો છો. જ્યારે તમે વાળ ખરવાનું કારણ જાણશો ત્યારે જ તમને તેનું સોલ્યુશન પણ મળશે. જેવી રીતે બીમારી માટે અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે તેવી રીતે ખરતા વાળનું કારણ જાણવા માટે પણ ટેસ્ટ કરી શકાય છે. નિષ્ણાંત પાસે જઈને તમે આ ટેસ્ટ કરાવી શકો છો. વાળ ખરતા હોય તો નીચે દર્શાવ્યા અનુસારના ટેસ્ટ કરાવીને ખરતા વાળનું કારણ જાણી શકાય છે.


થાઇરોડ પ્રોફાઈલ ટેસ્ટ


જો તમારા વાળ હદ કરતાં વધારે ખર્ચા હોય તો તમારે આ ટેસ્ટ જરૂરથી કરાવો જોઈએ કારણકે થાઇરોડ ના કારણે પણ હોર્મોનું સ્તર બદલતું રહે છે અને તેના પરિણામે વાળ વધારે ખરે છે.


વિટામીન બી 12


શરીરની રક્ત કોષિકા અને તંત્રિકા તંત્રને હેલ્ધી રાખવાનું કામ વિટામીન b12 કરે છે. જો શરીરમાં તેની ઉણપ હોય તો એનિમિયા થવાનું જોખમ રહે છે અને સાથે જ વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે. તેથી જો તમારા વાળ ખરતા હોય તો તે વિટામીન b12 ની ઉણપ ની નિશાની પણ હોઈ શકે છે.


આ પણ વાંચો:


ચામાં sugar ને બદલે ઉમેરો આ વસ્તુ, સ્વાસ્થ્યને નહીં થાય નુકસાન


ટ્રાય કરો ચોખાના આ ફેસપેક, પાર્લર ગયા વિના ચમકી જશે તમારો ચહેરો


ફેરિટીન ટેસ્ટ


ફેરીટીન આપણા શરીરમાં હોય તેવું એક પ્રોટીન છે. જે આપણા શરીરમાં રક્ત કેટલું છે તે માપવાનું કામ કરે છે. જ્યારે શરીરમાં આયર્નની ઉણપ સર્જાય છે ત્યારે આ ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે શરીરમાં રક્તની ઉણપ હોય તો વાળ પણ ખરે છે.


વિટામીન ડી ટેસ્ટ


જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરતા હોય તો વિટામીન ડી પ્રોફાઈલ ટેસ્ટ પણ કરાવવો જોઈએ. જ્યારે શરીરમાં વિટામિન ડી ની ખામી સર્જાય છે તો તેના કારણે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે તેથી આ ટેસ્ટ કરાવવાથી જાણી શકાય છે કે વિટામીન ડી ની ઉણપ છે કે નહીં.