Vitamin E Capsules: જો તમે ત્વચા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવો છો, તો તે તમારી ત્વચાની એલર્જીને વધારી શકે છે. લાલાશ, ફોલ્લીઓ, ખંજવાળ ત્વચા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. જો તમે Agra Vitamin E Capsule નો સીધો ઉપયોગ કરો છો, તો તમને ઈરીટેટ ડર્મેટાઈટીસની સમસ્યા થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, રેશીઝની સમસ્યા થઈ શકે છે. ત્વચા પર વિટામિન E લગાવવાથી એલર્જીક કોન્ટેક્ટ ડર્મેટાઈટિસ થઈ શકે છે. આનાથી તમારા ચહેરા પર વધુ પડતો સોજો, આંખોમાં બળતરા, ઘાવ કે અલ્સર બનવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.


આ પણ વાંચો:
શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની  છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK


વિટામિન ઈની કેપ્સ્યુલ લગાવવાથી ચહેરો ભલે સાફ દેખાય પણ ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે. ચહેરા પર વિટામિન ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરવાથી ટેનિંગ અને પિગમેન્ટેશનની સમસ્યા પણ થઈ શકે છે. જો તમે વિટામીન E કેપ્સ્યુલ ચહેરા પર લગાવો છો, તો તેનાથી તમારી ત્વચા પર સંવેદનશીલતા મહેસુસ થઈ શકે છે.


એલોવેરા જેલ સાથે મિક્સ કરીને ચહેરા પર વિટામિન ઈ લગાવી શકાય છે. આ માટે કેપ્સ્યુલમાંથી તેલ કાઢીને તેમાં એલોવેરા જેલ ઉમેરો. આ બંનેને સારી રીતે મિક્સ કરો અને આ પેસ્ટને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો, 20 મિનિટ પછી ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો.

આ પણ વાંચો:
શું હવે પાકિસ્તાન જણાવશે કે અસલ શિવસેના કોની  છે? શિંદેએ ઠાકરે પર સાંધ્યુ નિશાન
કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નર ચિત્તા ઉદયે તોડ્યો દમ
કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને CSK
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 kalak તેની પુષ્ટિ કરતું નથી.