કઠણ કાળજાના હોવ તો જ જવાનું વિચારજો આ ભૂતિયા હિલ સ્ટેશન પર, જ્યાં જનારાને પરસેવો છૂટી જાય
Haunted Hill Station: જો તમે કઠણ કાળજાના હોવ તો તમને આવી જગ્યા પર જવાનું પસંદ પડે બાકી નબળા મનના વ્યક્તિ માટે તો આ જગ્યા વિશે વિચારવું પણ કાઠું પડે.
ભારતમાં પ્રવાસીઓ માટે હિલ સ્ટેશન મોટું આકર્ષણ બની રહે છે. શિયાળો હોય, ઉનાળો કે ચોમાસું....કોઈ પણ સીઝનમાં હિલ સ્ટેશન પર જનારાઓની કોઈ કમી નથી. ત્યાંનો કુદરતી નઝારો, શાંતિનું વાતાવરણ અલગ જ અનુભવ કરાવે છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે ભારતમાં એક એવું પણ હિલ સ્ટેશન છે જ્યાં દિવસ તો તમને એકદમ રમણીય લાગે પરંતુ રાત પડતા જ આત્માઓના ડેરા જામે છે તો તમે શું કહેશો? આવી પણ કોઈ જગ્યા હોય...
જો તમે કઠણ કાળજાના હોવ તો તમને આવી જગ્યા પર જવાનું પસંદ પડે બાકી નબળા મનના વ્યક્તિ માટે તો આ જગ્યા વિશે વિચારવું પણ કાઠું પડે. દાર્જિલિંગ જિલ્લામાં કુર્સેઓંગમાં ડાઓ હિલ નામનું એક હિલ સ્ટેશન છે જેના વિશે એવું કહેવાય છે કે તે ભારતનું સૌથી ભૂતિયું હિલ સ્ટેશન છે. ચાલો આ જગ્યા વિશે જાણીએ.
દાર્જિલિંગથી લગભગ 30 કિમી દૂર આવેલું ભારતનું સૌથી ભૂતિયું હિલ સ્ટેશન કુર્સેઓઁગનું ડાઓ હિલ સ્થિત છે. જ્યાં અસામાન્ય ઘટનાઓ અને કહાનીઓની જાણે કોઈ કમી જ નથી. ડાઓ હિલ પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ત્યાં જંગલોમાં જાનવરો પણ ખુબ છે. દિવસ હોય કે રાત અહીં અસામાન્ય ઘટનાઓ જોવા મળતી હોવાનું માનવું છે. આ જગ્યા દેખાવમાં જેટલી સુંદર અને રમણીય છે એટલી જ ડરામણી અહીંની કહાનીઓ છે.
આ વાર્તા પ્રચલિત
અહીંના સ્થાનિકોના જણાવ્યાં મુજબ આ જગ્યા પર આવનારા પ્રવાસીઓ પણ કપાયેલા માથાવાળા બાળકની કહાનીથી ડર છે. ડાઓ હિલથી ફોરેસ્ટ ઓફિસ જનારા રસ્તા પર અનેક લોકોએ એક કપાયેલા માથાવાળા બાળકને જોયો હોવાનું કહેવું છે. લોકોનું કહેવું છે કે આ કપાયેલા માથાવાળા બાળક જેવો દેખાય કે તે ગાયબ થઈ જાય છે.
ભયાનક જંગલોની કહાની
રોમાંચ પ્રેમીઓ અને સ્થાનિક લોકોએ અનેકવાર ડાઓ હિલ્સના જંગલોમાં જઈને આ કોકડું ઉકેલવાની કોશિશ કરી છે પરંતુ પરિણામ હંમેશા ભયાનક રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જેવા તમે જંગલ તરફ જશો કે તમને મહેસૂસ થશે કે કોઈ તમને જોઈ રહ્યું છે. કેટલાક લોકોએ એવું પણ કહ્યું કે એકવાર તમને એવું લાગશે કે જાણે કોઈ લાલ આંખવાળો તમને જુએ છે અને અચાનક ગાઢ જંગલોમાં ક્યાંક ગાયબ થઈ જાય છે. એટલું જ નહીં જંગલોમાં એક મહિલાનું ભૂત ભટકતું હોવાનું પણ મનાય છે.
ભૂતિયા સ્કૂલ
ડાઓ હિલની વસ્તી જો કે ઓછી છે પરંતુ આમ છતાં અહીં તમને સો વર્ષ જૂની વિક્ટોરિયા બોઈઝ હાઈસ્કૂલ જોવા મળશે. હિલની અન્ય જગ્યાઓની જેમ આ સ્કૂલમાં પણ ભૂતોનો વાસ હોવાનું કહેવાય છે. જેના કારણે આ જગ્યા પણ પોતાના ભૂતિયા કિસ્સાથી મશહૂર છે. કહાનીઓ મુજબ આ જગ્યા પર અનેક લોકોના મોત થયા છે. જેનું રહસ્ય હજુ પણ વણઉકેલાયેલું છે. શિયાળાના દિવસોમાં તો સ્થાનિક લોકોએ પરિસરમાં બાળકોના ભાગવાનો અવાજ સાંભળ્યો છે એવું પણ કહે છે. આ શાળા ઠંડીના દિવસોમાં 4 મહિના બંધ રહે છે.
કેવી રીતે જવું ડાઓ હિલ (Dow Hill) હવાઈ માર્ગે જવું હોય તો નવી દિલ્હીથી બાગડોગરા સુધી લગભગ રોજ સીધી ફ્લાઈટ છે જેમાં વનવે ટિકિટનો ખર્ચો 3500 સુધી આવે છે. એરપોર્ટથી દાઓ હિલ 50 કિમી દૂર હોવાના કાાં રણે ટેક્સીથી જવામાં તમને દોઢ કલાક જેવો સમય લાગશે. ટ્રેનથી જવું હોય તો નવી દિલ્હીથી જલપાઈગુડી સુધી ટ્રેનમાં જઈ શકો છો. જ્યાં પહોંચવામાં તમને 24 કલાક જેટલો સમય લાગશે. રેલવે સ્ટેશનથી ડાઓ હિલ 42 કિમી દૂર છે. ટેક્સીમાં પછી દોઢ કલાકમાં પહોંચી શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી કે કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસને પ્રોત્સાહન આપતું નથી.)